<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

હિન્‍દુ આધ્‍યાત્‍મિક સેવા સંસ્‍થાન દ્વારા યોજાઇ મહારકતદાન શિબિર

રાજકોટઃ હિન્‍દુ આધ્‍યાત્‍મિક સેવા સંસ્‍થાન દ્વારા તાજેતરમાં ઓપરેશન સિંદુર અનુસંધાનમાં મહા-રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. લોકોનો અનેરો ઉત્‍સાહ જોવા મળેલ. લોકોએ લાઇનમાં ઉભા રહી રકતદાનની સેવા આપી હતી.  પ્રશ્‍ને ભારતમાતાનું પુજબ કરી સૈન્‍ય શકિતને બિરદાવામાં આવી હતી. આ તકે બાલાજી મંદિર વિવેકસાગર સ્‍વામી, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભય રમેશભાઇ ટીલાળા, કોર્પોરેટરો નેહલભાઇ શુકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, પુર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, ચેતનભાઇ રામાણી, બક્ષિપંચ મોરચો જે.પી. ધામેચા, રાજેશભાઇ સોલંકી, અક્ષય અજાગીયા, મામલતદાર એલ. બી. ઝાલાસાહેબ, વોર્ડ પ્રમુખ હસુભાઇ કાચા, વિશાલભાઇ માંડલીયા, અધિવકતા પ્રમુખ પ્રશાંતભાઇ જોષી, જયેશભાઇ જાની, અરૂણભાઇ નિર્મળ સાથે અનેક પ્રતિષ્‍ઠિત અને રાષ્‍ટ્ર સમર્પિત લોકો ઉપસ્‍થિત રહયા હતા.

સમગ્ર રકતદાન કેમ્‍પને સફળ બનવવા હિન્‍દુ આધ્‍યાત્‍મિક સેવા સંસ્‍થાન રાજકોટ વિભાગ સંયોજક કૌશિકભાઇ ટાંક, મહાનગર સંયોજક પરેશભાઇ ખોખર, સહસંયોજક મયુરભાઇ સોની, આશાબહેન ભટી, જયશ્રીબેન ટાંક, સોનલબેન સોમૈયા, જગદીશભાઇ ગજજર, સુરેશભાઇ કટારીયા, જીગ્નેશ સમાવત અને મિડિયા ઇન્‍ચાર્જ ધ્રુવભાઇ કુડલ સાથે અનેક કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.(

(2:55 PM IST)