તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું બેસી જશે :13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ : આ વખતે કેરળમાં ચોમાસાનું 27 મેથી આગમન થઈ શકે છે. જેના પગલે ગુજરાતમાં આ વખતે ગત વર્ષ કરતાં ચાર દિવસ વહેલા જ ચોમાસું શરૂ થઈ જાય તેવી પૂરી સંભાવના છે.
ગુજરાતમાં ગયા વર્ષે 11 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો. જેની સરખામણીએ આ વખતે 7 જૂનની આસપાસ જ નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના છે. દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે.
જોકે, હાલ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. આવતીકાલે 17 અને 18 મે, 2025ના રોજ અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
