<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

સુરતના કડોદરા ચાર રસ્તા નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 3થી 4 લોકોને ઇજા

બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસ અને ટ્રક બંને વાહનોને નુકશાન : સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં

સુરત જિલ્લામાં કડોદરા ચાર રસ્તા નજીક વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કડોદરા ચાર રસ્તા નજીક વહેલી સવારે AR11 F 9009 નંબરની બસ ઉભી હતી અને બસમાંથી મુસાફરો ઉતરી રહ્યા હતા. ત્યારે પાછળથી TN 52 K0842 નંબરની ટ્રક પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસ અને ટ્રક બંને વાહનોને નુકશાન થયું હતું.

આ ઉપરાંત 3થી 4 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઇ હતી. અકસ્માતની આ ઘટનાને લઈને મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં થતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(1:10 PM IST)