તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
બૌધ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા રાજકોટમાં યોજાયો ત્રિદિવસીય બુધ્ધ મહોત્સવ

રાજકોટ : બૌધ્ધ ઉપાસક સંઘ રાજકોટ દ્વારા વૈશાખી બુધ્ધ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય બુધ્ધ ફેસ્ટિવલનું આયોજન કરાયુ હતુ. પ્રથમ દિવસે સર્વધર્મ સમન્વય સમારોહ યોજવામાં આવેલ. જેમાં વિવિધ ધર્મના ધર્મગુરૂઓ અને ધાર્મિક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ધમ્મ ધજા લહેરાવી બુધ્ધ ધમ્મ દર્શન પ્રદર્શનીને ખુલ્લી મુકી હતી. આ તકે ફાધર ડો. જોયચેન બિશપ હાઉસ, સ્વામિ ધર્મપાલાનંદ શ્રીરામકૃષ્ણ મઠ, અંજુદીદી બ્રહ્માકુમારીઝ, કેરશીભાઇ પારસી અગીયારી, હસીનાબેન સૈયદ મુસ્લિમ સમાજીક અગ્રણી, શમણ ભન્તે આનંદ, શ્રમણ ભન્તે સુગત વિપસ્સી, ધમ્મચારીણી જ્ઞાનધારીણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે જામનગરના ખ્યાતનામ જાદુગર સંજયરાજ અને રોબર્ટ દ્વારા મેજીક શો યોજવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે ત્રિગુણી પાવન પૂર્ણિમાએ વંદનીય ભન્તે પથિક શ્રેષ્ઠી અને શ્રમણ ભન્તે સુગત વિપસ્સીએ ધમ્મદેશના આપી હતી. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી તથાગત ગૌતમ બુધ્ધના ધમ્મને જાણવાનો લાભ લીધો હતો. સમગ્ર બુધ્ધ પૂર્ણીમા ઉત્સવને સફળ બનાવવા બૌધ્ધ ઉપાસક-ઉપાસિકા સંઘના સર્વે સદસ્યો સુમેઘ તથાગત, દિનેશભાઇ સોલંકી, નાગસેન નાગવંશી, નીલેશ ગોહિલ, રમેશભાઇ દાફડા, નિલેશભાઇ પરમાર, વિશાલ પારઘી, રવિકુમાર ચાવડા, સુરેશભાઇ બૌધ્ધ, અશોકભાઇ રાઠોડ, રિષભાઇ ચાવડા, દક્ષાબેન પરમાર, ધર્મિષ્ઠાબેન નાગવંશી, સંબોધી તથાગત, ભાર્ગવ પરમાર, વિનયકુમાર મહાબોધિ, દિનેશભાઇ વાઘેલા, સતિષભાઇ મુછડીયા, વિનયસાગર અનિત્ય, કરણભાઇ દડવી, જલ્પેશ વાઘેલા, નિશાંત ભોજાણી તેમજ આત્મન યુવા ગ્રુપ, પંચશીલ યુવા ગ્રુપ, ત્રિરત્ન બૌધ્ધ મહાસંઘના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમ સુમેઘ તથાગત (મો.૯૮૨૫૬ ૭૦૧૬૬)ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)
(3:33 PM IST)










