તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહય ઉકળાટઃ આટકોટ પંથકમાં ર ઇંચ વરસાદ
આખો દિવસ મિશ્ર વાતાવરણ યથાવતઃ કયાંક-કયાંક વરસતો હળવો-ભારે વરસાદ

આટકોટમાં પડેલ વરસાદ તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)
રાજકોટ, તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. કોઇ-કોઇ જગ્યાએ હળવો-ભારે વરસાદ વરસી જાય છે.
ગઇકાલે પણ આટકોટ પંથકમાં ર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.
જો કે સવારે અસહય ઉકળાટ યથાવત છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ થી દસ કીલોમીટર દુર આવેલ પાંચ વડા જીવાપર જસાપર સાણથલી વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં ઉનાળું પાકને નુકસાની પહોંચી આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ પાંચ વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો ગાજવીજ સાથે સાણથલી જીવાપર વિસ્તારમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબકયો ચેકડેમ માં પાણી આવ્યા ખેતરો માથી પાણી બહાર નીકળી ગયાં હતાં ખેતરમાં ઉભેલા તલી પાકનો સોથ વાળી દીધો હતો સાણથલી બસ સ્ટેશનમાં પાણી પાણી થયું હતું કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે જે પંદર દિવસથી વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને ખેતી કામ બાકી હોય જો સતત વરસાદ પડશે તો ખેતી કામ કરવું મુશ્કેલ બનશે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લધુત્તમ તાપમાન ર૭ સે.ગ્રે., મહત્તમ તાપમાન ૩૭.ર સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૭૬ ટકા, પવનની ગતિ ૧ર.૩ કિ.મી. છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
