Gujarati News

Gujarati News

પ્રજાને પ્રથમવાર પોલીસમાં 'પરોપરાકારી'ના વિશાળ દર્શન થયા: પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ સંભાળે છે તેવુ નથી, ઉચ્ચ અધિકારીઓ પીરસણીયા બની ભરભેટ ભોજન કરાવવા સાથે બેન્ડ વાજા અને ડી.જે દ્વારા કંટાળેલા લોકોને મનોરંજન પણ પુરૂ પાડે છે : કાયમ યાદ રહે તેવા જખ્મો આપતી હોવાની જેના વિષે સાચી-ખોટી માન્યતા છે તેવા હથીયારધારી એકમો(એસઆરપી)ના રાજકોટ-સૌરાષ્ટ્ર અને કચ્છનો હવાલો ધરાવતા અજયકુમાર ચૌધરી ટીમ દ્વારા ભુખ્યા જનોના જઠારાઅગ્નિ ઠાર્યા બાદ જ ભોજન કરવાનો સંકલ્પ વાયરલ બન્યો છે : રાજકોટ સીપી માફક સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાએ પક્ષીઓને ચણ નાખવાની જવાબદારી ઉઠાવી છે. સંજોગોવસાત જાતે પહોંચી ન શકે તો સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવાના નિર્ણયની નોંધ રાષ્ટ્રીય ચેનલોએ પણ લીધી છે : મહેસાણાના એસપી મનીષસિંઘ દ્વારા જરૂરીયાત મંદ લોકોને શુધ્ધ અને સાત્વીક ભોજન મળે તે માટે પોલીસ હેડ કવાર્ટરમાં મહિલા સ્ટાફની મદદથી વિશાળ રસોડુ ધમધમાવાઇ રહયું છે. વડોદરા સીપી અને કચ્છ આઇજી સુભાષ ત્રિવેદી એસપી સૌરભ તોલંબીયા દ્વારા પોલીસ અને પ્રજાની સુરક્ષા માટે ડીસઇન્ફેકશન યુનીટ કાર્યરત કરાયા છે : અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી. અસારીના માર્ગદર્શન હેઠળ સાણંદના વિભાગીય વડા કે.ટી.કામરીયા દ્વારા સાઉથ બોપલની વિવિધ સોસાયટીઓમાં ડીજે લઇ જઇ લોકોનું મનોરંજન કરી કંટાળો દુર થાય તેવા કાર્યને લોકો વધાવી રહયા છે access_time 12:24 pm IST