Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વડોદરાના માંજલપુરમાં ડ્રોનનો ઉપયોગ કરી પોલીસે લોકડાઉનનો ભંગ કરનાર આંઠ શખ્સોને ઝડપી પાડ્યા

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં ગઇ મોડી સાંજે ડ્રોનનો ઉપયોગ કરી પોલીસે લોકડાઉનનો ભંગ કરનાર આઠ વ્યક્તિને ઝડપી પાડયા  છે.

આ અંગેની વિગત એવી છે કે માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે પ્રકૃતિ ફ્લેટ પાસેના બાકડા પર ગઇકાલે સાંજે કેટલાંક યુવાનો  બેસીને ટોલટપ્પા કરતા હતાં. જો કે માંજલપુર પોલીસ દ્વારા ડ્રોન ફેરવવામાં આવતા બાકડા પર બેસેલા યુવાનો જણાતા તુરંત જ પોલીસે પહોંચી જઇ ચક્ષુ બાબુભાઇ પટેલ, રોહીત રમણભાઇ જોષી, રવિ બાબુભાઇ પટેલ અને જશુ માનસીંગભાઇ પરમારને ઝડપી પાડયા હતાં.

(5:30 pm IST)