Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મોડાસા:લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરનાર જુદા-જુદા પાંચ એકમોના માલિકો વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા:કોરોના વાયરસનો કહેર નાથવા દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે.આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સિવાય અન્ય તમામ વેપાર,ધંધા-રોજગાર બંધ રાખવા આ મહામારીભરી સ્થિતિમાં પ્રતિબંધ લદાયો છે. ત્યારે મોડાસાના જુદાજુદા સ્થળોએ જિલ્લા મેજીસ્ટ્રેટના  જાહેરનામાનો ભંગ કરી અન્ય ચીજ વસ્તુઓના વેચાણ અર્થે દુકાનો ખુલ્લી રખાતાં આવા પાંચ એકમોના માલિકો વિરૃધ્ધ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી  છે.આ મહામારીને નાથવા દેશમાં પણ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ છે.ત્યારે જરૂરી નિયંત્રણ માટે અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પણ કલમ-144 હેઠળ જરૃરી જાહેરનામું પ્રસિધ્ધ કરી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો સહિતના એકમો,સંદ્દતર બંધ રાખવા હુકમ કરાયો છે.

(5:35 pm IST)