Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મોડાસાની મહિલાને કોરોનના શંકાસ્પદ લક્ષણો જોવામાં આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી

મોડાસા:વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસની મહામારી રાજય અને દેશમાં પણ દિન પ્રતિદિન વકરી રહી છે.અરવલ્લી  જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો પોઝેટીવ દર્દી નથી એ મોટી રાહતની બાબત છે. પરંતુ અન્ય રાજયોના 1200 થી વધુ શ્રમિકોને જિલ્લાના 3 તાલુકાઓના આશ્રય સ્થાનોમાં આશરો અપાયો છે.

મોડાસા નગરની એક મહિલાને શરદી, ઉધરસ અને તાવ સહિતના લક્ષણો જણાતાં અને તંત્ર ને જાણ થતાં તાબડતોડ આ મહિલાની જરૂરી પ્રાથમિક સારવાર હાથ ધરી જરૃરી સેમ્પલ મેળવી અમદાવાદ ખાતે પરીક્ષણ માટે મોકલી અપાયા હોવાની સૂત્રો દ્વારા વિગતો પ્રાપ્ત થઈ હતી.

(5:36 pm IST)