Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકોને જીવન જરૂરી ચીજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધઃ વહીવટી તંત્ર-ચૂંટાયેલા લોકો સાથે મળીને સેવામાં

ગાંધીનગર તા. ૪ :.. રાજયમાં નાગરીકોને પુરતા પ્રમાણમાં અને ચોખ્ખો ખાદ્ય પુરવઠો મળે તે અંગેની વિગતો આપતા મુખ્ય મંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે સ્વર્ણિમ સંકુલ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યંુ હતું કે રાજય સરકાર પ્રજાને પુરતા પ્રમાણમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે પુરેપુરી તૈયારીઓ કરી છે.

ઉપરાંત રાજયના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે સતત સંપર્ક રહી વિસ્તૃત વિગતો મેળવવામાં આવે છે. અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.

રાજયની ૧૭ હજાર સસ્તા અનાજની દુકાનો દ્વારા રેશનકાર્ડ ધારકોને પુરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે તે અંગેની પુરતી વ્યવસ્થા કરી છે આમ છતાં જયાં કંઇપણ તકલીફ ઉભી થાય તો તેને પહોંચી વળવા તયરીઓ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જિલ્લા કલેકટરો સાથે સતત સંપર્કમાં રહી ૮૦ ટકા લોકો રેશન મેળવી રહ્યા છે.

ગઈકાલે સાંજે મુખ્યમંત્રીએ ૩,૪૦,૦૦૦ કુટુંબોને માનવીય અભિગમ દાખવી એપ્રિલ માસમાં મફત મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. આ કુટુંબો એવા છે કે જેમની પાસે રેશનકાર્ડ નથી અને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત તમામ કલેકટરોને આવા કુટુંબોની સર્વેની કામગીરી કરવા જણાવ્યુ છે.

રાજ્યમા શાકભાજી પુરતા પ્રમાણમાં મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૧,૫૦૦ કવીન્ટલ ફળો આજે પણ ઉપલબ્ધ છે. આમ છતા કોઈ ફરીયાદો હોય તો ૧૦૭૦ નંબર પર સંપર્ક કરવો. અલગ અલગ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધારે ફરીયાદો મળેલ છે તેનો નિકાલ પણ કરી દેવામાં આવેલ છે. રાજયમાં ૩૬ લાખ કરતા વધારે ફુડ પેકેટો આપવામાં આવ્યા છે. આમ છતાં કોઇ પણ ફરીયાદો મળે છે. તેના પર પુરતુ ધ્યાન આપવામાં આવે છે અને જરૂરી ચકાસણી કરી  નિકાલ કરવામાં આવે છે. આ કોરોનાની ઉભી થયેલ પરિસ્થિતિ માં સરકાર, કર્મચારીઓ,અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધીઓ પક્ષા-પક્ષીથી દુર રહી સતત સેવાના કાર્યમાં  લાગેલા છે. સરકારી તંત્ર દ્વારા આ તમામ લોકો સાથે સંપર્ક થાય છે તેમ વાતચીત કરવામાં આવે છે. તેમ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

(4:05 pm IST)