Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજપીપળા શહેરમાં કોરોના ના હાઉ વચ્ચે પીવાનું ગંદુ પાણી આવતા લોકોમાં ગભરાટ : ખુદ પાલીકા પ્રમુખના ઘરમાં પણ ગંદુ પાણી આવ્યું !

કોરોનાનો હાઉ વચ્ચે પીવાના પાણીમાં જીવતો, ડૉહળૂ અને લીલ વાળું પાણી આવતું હોવાની ફરિયાદ:પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટે પણ કહ્યું કે સાચી વાત છે મારે ત્યાં પણ ડૉહળૂ પાણી આવતા મેં ચેક કરવા સૂચના આપી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઘણા દિવસો થી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની બુમ સંભળાઈ છે ત્યારે આ બાબતે આજે ખુદ પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ ના ઘરના નળમાં પણ ડૉહળૂ પાણી નીકળતા તેમણે લાગતા વળગતા કર્મચારીઓને આ સમસ્યા દૂર કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.

 

 જોકે એક અઠવાડિયા થી દરબાર રોડ તરફની કેટલીક ગલીઓમાં સફેદ કચરા વાળુ પાણી આવવાની ફરિયાદ થતા પાલીકા ટિમ ચેકીંગ માં આવી પરંતુ આ કચરો મકાન મલિક નળ ની ઘરમાં જતી પાઇપ માં ક્ષાર નો હોવાનું જણાવ્યું જ્યારે બીજા ત્રણ ચાર નળ ચેક કરતા ત્યાંના પાણીમાં લીલ જોવા મળી ત્યારે ઘરની ટાંકી સાફ નહિ કરી હોય એમાં લીલ જામી હશે તેવી છટકબારી બતાવી પાલીકા ટિમ ચાલતી પકડી હતી.પરંતુ આજે બપોરે આવેલુ પાણી મોટા ભાગના વિસ્તારો માં ડૉહળૂ અને જીવાતો જેવું આવતા એક જાગૃત નાગરિકે પાલીકા પ્રમુખ ને ફોન કરતા ખુદ એમના ઘરમાં પણ આવુજ ડૉહળૂ પાણી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.ત્યારે એક તરફ કોરોના નો ડર અને બીજી બાજુ પીવાના પાણી માં આવી બેદરકારી હોય ત્યારે ગ્રામજનો હાલ ફફડી રહ્યા છે. કડક છાપ ધરાવતા ચીફ ઓફિસર જયેશ પટેલ શહેર માં પીવાના પાણી બાબતે યોગ્ય કામગીરી કરાવવા ટીમને કડક સૂચના આપે તેવી લોકમાંગ છે.

(6:55 pm IST)