Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજપીપળામાં સસ્તા અનાજની દુકાનો બાદ હવે ગેસ એજન્સીઓ પર પણ સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા

૩ દિવસ મફત અનાજ વિતરણ માં સોસીયલ ડિસ્ટન્સ ના જળવાયું,કેટલીક બેન્કોમાં પણ આજ હાલત હવે રાંધણ ગેસ બોટલ નોંધાવવા આવતા ગ્રાહકો ની મોટી લાઈનો માં પણ આજ સ્થિતિ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા શહેરમાં અત્યાર સુધી એક પણ કોરોના પોઝેટીવ કેસ નથી પરંતુ એનો મતલબ એ નથી કે નિયમ નું પાલન ન કરવું કેમકે સૌથી મહત્વનું સોસીયલ ડિસ્ટન્સ છે એ અમુક જગ્યા એ હજુ પણ જળવાતું નથી ત્યારે આ માટે જે તે સંસ્થા ના માલિકો કે અધિકારીઓ પર પણ કડક પગલાં લેવાવા જોઈએ એ લોકહિત માટે જ સારી બાબત છે.

લોકડાઉન માં મેડિકલ સ્ટોર,સસ્તા અનાજની દુકાનો,અનાજ કરિયાણાની દુકાનો,શાક માર્કેટ સહિત ની જગ્યાઓ પર સોસીયલ ડિસ્ટન્સ રાખવા વર્તુળો દોરાયા છતાં અમુક જ જગ્યા પર તેનું પાલન થાય છે જેમાં કેટલાક લોકો જાગૃત નથી એ સ્પષ્ટ જણાય છે.પરંતુ ગેસ એજન્સી અને બેન્કો પર તો જાણે આ નિયમ લાગુ જ નથી પડતો એમ એક બીજાને અડીને જ લોકો લાઈનમાં ઉભેલા જોવા મળે છે ત્યારે આવી જગ્યાઓ પર પણ ડ્રોન કે સીસીટીવી ની મદદે કાયદેસર કાર્યવાહી કરી જેતે દુકાન મલિક કે બેંક અધિકારી ને કાયદાના સકંજામાં લેવા જોઈએ. કેટલાક પુરવઠા અધિકારીઓ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો પર આ બાબતે કડક બને છે તો શું અન્ય જગ્યાઓ પર જ્યાં મોટી લાઈનો લાગતી હોય ત્યાં કાયદો લાગુ પડતો નથી...? માટે આવી દરેક જગ્યાઓ પર કાયદાનો કડક અમલ થાય એ જરૂરી છે.

(7:03 pm IST)