Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભરૂચમાં જુમ્માની નમાજ પઢવા એકત્ર મૌલવી સહીત આઠની ધરપકડ

અમદાવાદ,તા.૪: હાલમાં સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારત દેશમાં કોરોના વાયરસ ફેલાયેલ હોય અને ફેલાયેલ વાયરસનાં સંક્રમણને અટકાવવા સરકાર તરફથી 'લોક ડાઉન' જાહેર થયેલ હોય જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ 'લોક ડાઉન'નો કડક અમલ કરાવવા સુચના આપેલ તેમજ હાલમાં દીલ્હી ખાતે તબીલીગી જમાત દ્વારા થયેલ મરકઝ બાદ કોઇ પણ ધાર્મીક સ્થળે શ્રધાળુઓ એકત્ર ના થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા રાજય સરકાર એ જણાવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર 'એ' ડીવી.પો.સ્ટે. પો.ઈન્સ. એ.કે. ભરવાડને માહીતી મળેલ કે, ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તારમાં આવેલ ઝેન દાદા બાવાની મજીદમાં કેટલાક ઇસમો રાજય સરકારના જાહેરનામાનો ભંગ કરી જુમાની નમાજ પઢવા મસ્જીદમાં એકઠા થયેલ હોય જે આધારે રેઇડ કરતા ઇસ્માઇલભાઇ હાફેઝીભાઇ પટેલ (રહે, પ્રમુખ સ્વામી કોમ્પલેક્ષ, સોનેરી મહેલ રોડ, (ટ્રસ્ટ્રી) ઇમરાન ઉમરજી પટેલ( રહે, રતન તળાવ,મેજીદ પાસે ) અસ્ફાક મહમંદ કુરેશી (રહે, ભઠીવાડવાડ , ચારરસ્તા) વસીમ લાલુખાન ખાન (રહે, રીલીફ ટોકીઝ કંપાઉન્ડ, ભરૂચ મુળ રહે, વલસાડ) ઉદુશખાન ઉર્ફે મોહમંદ લાલુખાન પઠાણ (રહે, રીલીફ ટોકીઝ કંપાઉન્ડ, મુળ રહે,વલસાડ )ખાલીદ અસ્લમ શેખ (રહે, રતન તળાવ) મોહમદ વસીમ મોહમદ સલીમ ખલીફા (રહે, સોનરી મહેલ) અફરાન મહબુલ શેખ (મૌલવી) (રહે,રતન તળાવ)મળી આવેલ જે  વિરૂધ્ધ ભરૂચ શહેર 'એ' ડીવી .પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.(૨૨.૧૨)

(11:29 am IST)