Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સોજીત્રા તાલુકાના મઘરોલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં મજૂરો બોલાવી ઈંટોનો ભઠ્ઠો ચલાવતા માલિકની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સોજિત્રા: તાલુકાના મઘરોલ ગામની સીમમાં આવેલા ખેતરમાં લોકડાઉન હોવા છતાં પણ મજુરો બોલાવીને ઈંટોનો ભઠ્ઠો ચલાવતા માલિકની પોલીસે ધરપકડ કરીને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે લોકડાઉનને લઈને પેટ્રોલીંગ કરી રહેલી સોજીત્રા પોલીસ મઘરોલ-લીંબાસી રોડ ઉપર આવેલા મઘરોલ ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે ખેતરમાં કેટલાક મજુરો દ્વારા ઈંટો પાડવાનુ ંકામકાજ ચાલતુ હતુ જેથી પોલીસે ત્યાં પહોંચી હતી. દરમ્યાન પોલીસને જોઈને મજુરો ખેતરાળ માર્ગેથી ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી એક શખ્સ મળી આવ્યો હતો જેનું નામઠામ પુછતાં તે પીપળાવ ગામે રહેતો કાનજીભાઈ મકનભાઈ ધંધુકીયા હોવાનું ખુલવા પામ્યું હતુ. ફરાર થઈ ગયેલા અંગે પુછતાં તેઓ ગામના મજુરો હોવાનું જણાવ્યું હતુ. કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે તેમ છતાં પણ કાનજીભાઈ દ્વારા મજુરોને બોલાવીને ઈંટો પાડવાની કામગીરી કરતા તેના વિરૂધ્ધ ૧૮૮ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
 

(5:37 pm IST)