Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉન ૧૧મો દિવસ : લોકડાઉનમાં બિનજરૂરી ફરતા લોકો સામે રાજપીપળા પોલીસની કડક કાર્યવાહી

અત્યાર સુધીમાં 130 જેટલા વાહનો ડિટેન કરાયા:લોકોને કામ વગર બહાર ન નીકળવા તેમજ લોકડાઉન નું પાલન કરવા પણ આપીલ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારીને લઈ સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળા માં પોલીસ દ્વારા લોકડાઉન નો કડક અમલ શરૂ કરી દેવાયો છે.

 

 સરકાર તેમજ પ્રશાસન દ્વારા લોકડાઉન નો અમલ કરવા માટે લોકોને અનેક સૂચનો આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો બિનજરૂરી બહાના લઈ બજારોમાં ફરતા જોવા મળે છે જેમની સામે નર્મદા પોલીસ દ્વારા લાલ આંખ કરાઈ હતી પોલીસ દ્વારા બાઇક ઉપર ફરતા લોકોને રોકી તપાસ કરી બિનજરૂરી ફરતા લોકોને મેમાં આપવામાં આવી રહ્યા છે અને અમુક ની બાઇક ડિટેન પણ કરાઈ હતી પોલીસ ની કડક કાર્યવાહી થી બિનજરૂરી ફરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે
 આ બાબતે પી.એસ.આઈ સિંધી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન માં બિનજરૂરી ફરતા તત્વો સમજાવ્યા બાદ પણ માનતા નથી બાદ પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના મુજબ બિનજરૂરી ફરતા ડ્રાઈવિંગ લાઇસન્સ તેમજ આરસી બુક વિનાના લોકો સામે કડક કાર્યવાહી કરી સ્થળ મેમો તથા ગાડી ડિટેનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધી લગભગ 130 જેટલા વાહનો ડિટેન કરાયા છે ઉપરાંત લોકોને કામ વગર બહાર ન નીકળવા તેમજ લોકડાઉન નું પાલન કરવા પણ આપીલ કરી હતી.

(7:01 pm IST)