Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજ્યમાં નવા કેસોની વિગત

મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના ભરડામાં

અમદાવાદ, તા. ૪ : અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. આજે વધુ ૧૨ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૦૮ ઉપર પહોંચી છે જે પૈકી એકલા અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૪૫ નોંધાઈ છે. આજે અમદાવાદમાં આજે વધુ ૭ સાત કેસો સપાટી ઉપર આવ્યા છે જે પૈકી અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન મારફતે પાંચ કેસ સપાટી ઉપર આવ્યા છે જે ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ છે. કોરોનાને રોકવા જંગ જારી છે. ગુજરાતમાં નવા નોંધાયેલા કેસોની વિગત નીચે મુજબ છે.

*       ભાવનગરની ૯૫ વર્ષીય મહિલા લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત બની અને હાલ સરટી હોસ્પિટલ ભાવનગરમાં સારવાર હેઠળ

*       ભાવનગરમાં ૩૪ વર્ષીય મહિલા લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત બની હાલ સરટી હોસ્પિટલમાં

*       ગાંધીનગરમાં ૪૮ વર્ષીય મહિલા લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થયા બાદ જીએમઇઆરએસમાં

*       ગાંધીનગરમાં ૨૯ વર્ષીય વ્યક્તિ લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થયા બાદ જીએમઈઆરએસમાં

*       અમદાવાદના ૫૫ વર્ષીય પુરુષ લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થયા બાદ એસવીપીમાં

*       અમદાવાદમાં ૩૫ વર્ષીય મહિલા લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થયા બાદ સિવિલમાં

*       અમદાવાદમાં ૬૯ વર્ષીય પુરુષ લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થયા બાદ એસવીપીમાં

*       અમદાવાદમાં ૪૦ વર્ષીય પુરુષ લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થયા બાદ સિવિલમાં

*       અમદાવાદમાં ૩૦ વર્ષીય મહિલા લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થયા બાદ એસવીપીમાં

*       પાટણના ૪૭ વર્ષીય પુરુષ મુંબઈથી આવ્યા બાદ અસરગ્રસ્ત થયા પછી પાટણની જીએમઈઆરએસમાં સારવાર હેઠળ

(9:00 pm IST)