Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોનાની મહામારીમાં સિગારેટનું કાળું બજાર જોવા મળ્યું: બમણાથી વધુ ભાવે વેચાણ

અમદાવાદ:કોરોનાની મહામારીના કારમે છેલ્લાં બે અઠવાડિયાથી સિગારેટ-પાનની દુકાનો અને ગલ્લાં બંધ છે. આ દુકાનો બંધ થવાની લોકો વ્યસનથી દૂર રહેશે તેવી પ્રાથમિક ધારણાં હતી પરંતુ અત્યારે સિગારેટનું મોટાપાયે કાળાબજાર થઇ રહ્યું છે. ૩૦૦ રૃપિયામાં મળતું સિગારેટનું પેકેટ અત્યારે કાળાબજારમાં રૃપિયા ૬૦૦થી ૮૦૦માં વેચાઇ રહ્યું છે.

લોકડાઉનનો અમલ અને પાન-સિગારેટની દુકાનો બંધ કરવાના નિર્ણયના કારણે વ્યસનો ઓછાં નથી થયા પરંતુ વ્યસનીઓ વધારે વ્યસન કરી રહ્યા છે અને વધારે કિંમત આવી સિગારેટ ખરીદી રહ્યા છે. ઘણાં દુકાનદારો અને ડિલરો અંદરખાને સિગારેટનું વધારે ભાવે વેચાણ કરી રહ્યા છે. સિગારેટના માર્કેટમાં ભારતમાં બે કંપની મુખ્ય છે. જે પૈકીની એક કંપનીની ૮૪ એમ.એમ.ની મોટી સિગારેટ કે જેમાં ફ્લેક લાઇટ, ક્લાસિક માઇલ્ડ અને ક્લાસિક રેગ્યુલરને સમાવેશ થાય છે. ૨૦ નંગ મોટી સિગારેટનું પેકેટ ૨૯૦થી ૩૦૦માં મળતું હતું, અત્યારે આ પેકેટનો ભાવ ૬૦૦થી ૮૦૦ રૃપિયા છે. આ જ કંપનીની ૬૪ એમ.એમ.ની નાની સિગારેટનું ૧૦ નંગનું પેકેટ ૧૦૦ રૃપિયામાં આવતું હતું, જે હવે ૨૫૦થી ૩૦૦ રૃપિયામાં વેચાઇ રહ્યું છે.

(5:31 pm IST)