Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

'પરિવારનો માળો, સલામત અને હૂંફાળો': સરકાર વિદ્યાર્થીઓ-શિક્ષકોને આપે છે મજાનો ખજાનો

વેકેશનના સદ્ઉપયોગ માટે સોશ્યલ મીડિયા પર કવિતા, બાળવાર્તા, યોગ, સંવાદ વગેરેનો લાભ લ્યો

રાજકોટ,તા.૩: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સંલગ્ન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા સર્વશિક્ષા અભિયાના સહયોગથી પ્રાથમિક શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે માટે હાલના લોકડાઉન અને વેકેશનના સમયગાળાને અનુલક્ષીને સોશ્યલ મીડિયા આધારિત પ્રવૃતિ 'પરિવારનો માળો સલામત અને હુંફાળો' શીર્ષકથી નૂતન પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ ગઇ કાલથી થઇ ગયો છે. દરરોજ વોટસએપ પર એક પેઇઝ મોકલવવામાં આવે છે. જેમાં બાળવાર્તા, કવિતા, સંવાદ, યોગ વગેરેના વિભાગ છે. જેતે વિભાગની લીન્ક આપેલી છે. તેના પર કલીક કરવાથી તે પ્રવૃતિને માણી શકાશે. ઉદાહરણ તરીકે મેસેજ મેળવનાર કોઇને બાળવાર્તા સાંભવવી છે. તેના પર કલીક કરવાથી વિડીયો સ્વરૂપે બાળવાર્તા સાંભળી શકાશે.

ગુજરાતમાં સરકારી શાળાઓમાં ૨ લાખ જેટલા શિક્ષકો અને અડધા કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે. જી.સી.ઇ.આર.ટી શિક્ષકોના મોબાઇલ ફોન ગ્રુપમાં આ પ્રવૃતિઓમાં મેસેજ મોકલે છે. શિક્ષકો દ્વારા વાલીઓના ગ્રુપમાં મોકલવાશે. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સમગ્ર આયોજન કરનાર અધિકારીઓને બીરદાવી શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ દરરોજ મહતમ લાભ લ્યે તેવી અપીલ કરી છે.

 સરકારે અપીલ કરી છે કે, આપ આપના પરિવાર સાથે ઘરમાં છો. સતત ઘરમાં રહેવાથી આપને અને આપનાં બાળકોને પણ સતત કંટાળાનો અનુભવ થતો હશે. પુખ્ત લોકો તો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો સમય સારી રીતે પસાર કરી શકે.

બાળકો પાસે ટેલીવિઝનમાં આવતી કેટલીક કાર્ટૂન સીરીયલ્સ સિવાય બહુ વિકલ્પો નથી. આ એ સમય છે જયારે બાળકોને મોટેરાંઓના સમયની ખૂબ જ જરૂર છે. સામાન્ય રીતે આપણે રોજબરોજના કામમાં બાળકોની ભૌતિક જરૂરિયાતો પૂરી કરતાં હોઈએ છીએ પરંતુ આપણો કવોલીટી ટાઈમ બાળકોને આપી શકતાં નથી. ફરજીયાત ઘરમાં રહેવાનો આ સમય આપનાં બાળકોને આપો. લાંબા સમય સુધી પ્રવૃત્ત્િ। વગર બાળકો કંટાળે છે અને એમનામાં ચીડિયાપણું આવી જાય છે. મોટેભાગે વડીલો બાળકોને 'આમ કર, આમ ન કર'જેવી સૂચનાઓ જ આપતાં હોય છે. આ એ સમય છે જયારે વડીલો અને બાળકો સાથે મળીને નક્કી કરી શકે કે 'ચાલો આમ કરીએ'. આપનાં બાળકોને આપનો સમય આપો. એમને વારંવાર ચૂપ ન કરશો. બહુ નકારાત્મક સૂચનાઓ ન આપશો. વારંવારની નકારાત્મક સૂચનાઓ બાળકના આત્મવિશ્વાસને હાનિ પહોંચાડે છે. બાળકના વિકાસને અવરોધે છે.

અચાનક આવી પડેલા આ વેકેશનમાં બાળકો રોજ એકાદ બે કલાક જ પોતાનાં પાઠ્યપુસ્તકો સાથે વિતાવી શકે. એમને સતત 'ભણવા બેસ, લખવા બેસ'કહીને બેસાડશો તો પણ એ 'ભણશે'નહીં, માત્ર બેસી રહેશે. તેથી વાલીઓ કે વડીલો તરીકે આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે જેથી બાળકોનો સમય સર્જનાત્મક રીતે અને આનંદથી પસાર થાય.

આ કટોકટીના સમયમાં આપનાં બાળકો સાથે મળીને નીચેના જેવાં કામ/પ્રવૃત્ત્િ।ઓ કરીએ. આનાથી આપના બાળકનો સમય સારી રીતે પસાર થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

બાળકો પાસે શું પ્રવૃતિ કરાવશો?

* બાળકને દરરોજ એક સારી વાર્તા કહેવી. મહાભારત કે રામાયણમાંથી નાના પ્રસંગોરૂપે સળંગ વાર્તા કહી શકાય.

* બાળકો દરરોજ કશુંક બનાવે તે માટે મદદ કરવી. દા.ત. માટીનાં રમકડાં, ચિત્રો, લાકડાની સળીઓ વડે વિવિધ આકારો બનાવવા, રંગોળી બનાવવી. બાળકોએ બનાવેલા નમૂના સાચવી શકાય તો સારું. દરેક નમૂનાના ફોટા પાડવા અને અન્ય સગાસંબંધીઓને મોકલવા.

*આપણા સગાસંબંધીઓ સાથે બાળકોને ઙ્ગફોન પર વાત કરાવવી. શકય હોય તો વિડીયો કોલ કરવા.ઙ્ગ

* ભાગ્યે જ એકબીજાને મળતા દૂરના સગાસંબંધીઓ સાથે ફોન પર વિડીયોકોલથી બાળકોને વાત કરાવવી.ઙ્ગ

* શબ્દ અંતાક્ષરી રમવી. દ્યરનાં બધાં સભ્યો આવી રમત રમી શકે. શબ્દ અંતાક્ષરી લેખિત રૂપે પણ રમી શકાય.ઙ્ગ

* બાળકોની આ ઉંમર એવી છે કે જેમાં એમણે નિયમિત શારીરિક હલનચલન કરવું પડે. સામાન્ય સંજોગોમાં બાળકો શાળામાં જાય, મેદાનમાં કે મહોલ્લામાં રમતો રમે એટલે વિશેષ કસરતની જરૂર ન પડે. પરંતુ અત્યારે બધાએ ઘરમાં જ રહેવાનું હોવાથી, દરરોજ બાળકો હળવી કસરત કરે, યોગાસન કરે તે જરૂરી છે. કસરતમાં બાળકો સાથે વડીલો પણ જોડાય તો સારું.

* બાળકો પાસેથી શાળામાં ગવાતી વિવિધ પ્રાર્થનાઓ, ગીત, ભજન વગેરે સાંભળવાં.

* રસોઈના કામમાં બાળકોને સામેલ કરવાં. બાળકોને શાક સમારતાં શીખવવું. ઙ્ગ

* બની શકે તો આ સમય દરમિયાન અમુક વાનગીઓ (કેટલાંક શાક, રોટલી, ભાત, ખીચડી, દાળ, કઢી વગેરે) બનાવતાં બાળકોને શીખવવું.

* કપડાં ધોવામાં બાળકોની મદદ લેવી. કપડાં સૂકવવામાં, સૂકાયેલાં કપડાં લેવામાં બાળકોને સામેલ કરવાં. બાળકોને કપડાં વાળતાં (ગડી કરતાં) શીખવવું.

* બટન ટાંકતાં શીખવવું. ફાટેલું કપડું સાંધતાં શીખવવું.

*બાળકો પોતાની ગમતી સીરીયલ વિશે ઘરનાં મોટાં લોકો સાથે વાતો કરે તેમ કરવું. બાળકની વાત રસપૂર્વક સાંભળવી.

*પુસ્તકને કવર ચઢાવતાં શીખવવું.

*બાળકોને રમુજી ટૂચકા કહેવા અને એમની પાસેથી બીજા ટૂચકા સાંભળવા.

* ઘરમાં જુના ફોટા/ આલ્બમ હોય તે બાળકોને બતાવવા. ફોટામાંથી બાળકોને અપરિચિત કે અલ્પપરિચિત સંબંધીઓ અને મિત્રોની ઓળખાણ કરાવવી. એમના વિશેની વાતો કરવી વગેરે પ્રવૃતિ કરી શકાય.

(11:50 am IST)