Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઔધોગિક ક્ષેત્રે લોકડાઉન ના કારણે વીજ ૭૧૦૦ મેગાવોટ વીજ વપરાશમાં ઘટાડો

ઔધોગિક ક્ષેત્રે વીજવપરાશ ૭૮ ટકા ખપત ઘટી જવા પામી

અમદાવાદ : કોરોનાના કારણે સમગ્ર ગુજરાતમાં અત્યારે લોકડાઉનની સ્થિતિમાં વીજવપરાશ જબરજસ્ત ઘટાડો નોંધાયો છે . રાજ્યમાં સરકારી વીજળી વાપરતા કુલ ૧૭,૧૧,૭૪૯ ઔધોગિક એકમો દ્રારા સામાન્ય સંજોગોમાં વર્ષે કુલ ૪૭,૧૮૫ મિલિયન યુનિટ અર્થાત્ પ્રતિદિન ૧,૨૯૩ લાખ યુનિટનો વપરાશ છે, અત્યારે માત્ર ૨૮૩ લાખ યુનિટ જ વપરાઈ રહ્યા છે, ઔધોગિક ક્ષેત્રે વીજવપરાશ ૭૮ ટકા ખપત ઘટી જવા પામી છે. કે રાજ્યમાં ૭૧૦૦ મેગાવોટ વીજ વપરાશમાં ઘટાડો નોંધાયો છે.

  રાજ્યમાં રોજ ૩૦ કિલોવોટથી ૧૦૦ કિલોવોટ સુધી વીજળી વાપરતા લો- ટેન્શન (એલટી) એકમોની સંખ્યા ૧૬,૯૬,૯૯૨ છે, જે વર્ષે ૧૩,૩૨૪ મિલિયન યુનિટ યાને રોજ ૩૬૫ લાખ યુનિટ વીજળી વાપરે છે. યારે રોડ ૧૦૦ કિલોવોટથી વધુ વીજળી વાપરતા હાઇ-ટેન્શન (એચટી) એકમોની સંખ્યા ૧૪,૭૫૭ છે, જે વર્ષે ૩૩,૮૬૧ મિલિયન યુનિટ યાને રોજ ૯૨૮ લાખ યુનિટ વીજળી વાપરે છે. અત્યારે રાયમાં ધોગિક ક્ષેત્રે માત્ર ૨૮૩ લાખ યુનિટનો જ રોજ વીજવપરાશ થાય છે, એટલે કે રોજનો ૧,૦૧૦ લાખ યુનિટ વીજળીનો વપરાશ ઘટી ગયો છે.

  જે કુલ ૧૭.૧૨ લાખ એકમો એલટી અને એચટી વીજળી વાપરે છે તેમાં મોલ, મલ્ટિપ્લેકિસસ, મોટા વાણિયક એકમો, ગોદામો પણ સામેલ છે.

  સામાન્ય સંજોગોમાં પીજીવીસીએલના જે કુલ એલટી- એચટી એકમો છે, તે ૧૬,૪૦૯ મિલિયન યુનિટ વર્ષે વાપરે છે, એવી રીતે યુજીવીસીએલના કુલ ૩,૫૦,૦૭૧ એકમો ૧૦,૧૯૫ મિલિયન યુનિટ,ડીજીવીસીએલના કુલ ૪૦,૮૨૨ એકમો ૧૪,૬૧૪ મિલિયન યુનિટ તેમજ એમજીવીસીએલના કુલ ૩,૦૫,૫૯૮ એકમો ૫,૯૬૭ મિલિયન યુનિટ સામાન્ય સંજોગોમાં વાપરે છે.

  રાજ્યમાં પહેલી માર્ચની સ્થિતિએ કુલ વીજવપરાશ ૧૬,૫૦૦ મેગાવોટ હતો, જે પહેલી એપ્રિલે ૯,૪૦૦ મેગાવોટ થઈ ગયો હતો, એટલે કે ..૭૧૦૦મેગા વોટ વીજ વપરાશ ઘટયો છે. જે, તે ઔધોગિક ક્ષેત્રનો છે

(10:59 am IST)