Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નાંદોદ મામલતદાર કચેરીથી ૩ હજારથી વધુ લોકોને પાસ ઇસ્યુ કરાયા:જાહેરનામાનું પાલન કરવું મુશ્કેલ

બિનજરૂરી રખડપટ્ટી કરતા લાગવગીયાઓને પણ પાસ અપાયા હોવાની બુમ: લોકડાઉનનો જાણે કોઈ મતલબ જ રહ્યો નથી: મેડિકલ કે અન્ય બહાનું બતાવી છટકબારી શોધે તેવામાં પોલીસ કડકાઈ કરે તો કેટલાક મોટા માથા વચ્ચે પડતા હોય છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં જાહેરનામું લાગુ હોય અમુક જરૂરી કામગીરીમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓ,સેવાકાર્ય કરતી સંસ્થાઓ,દૂધ શાકભાજી ના ધંધા વાળા વ્યક્તિઓને નાંદોદ મામલતદાર કચેરી ખાતે થી જાહેરનામા માં પણ જઈ શકે એ માટે ઓળખ કાર્ડ(પાસ) આપવામાં આવ્યા છે પરંતુ જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી માં જરૂરી કામગીરી સાથે સંકળાયેલા સિવાયના પણ કેટલાક લાગવગીયાઓને પણ આ પાસ આપવામાં આવતા દિવસ રાત ખડે પગે ફરજ બજાવતી નર્મદા પોલીસ કે જે જાહેરનામાંનું પાલન કરાવવા કડક બનતી હોય એ કંટાળી ચુકી છે કેમકે કોઈ વાહન ચાલાક ને અટકાવે તો સીધો પાસ બતાવી દેતા હોય જેમાં અમુક ફાલતુ વ્યક્તિઓ ને પણ પાસ ઇસ્યુ કરાયા હોવાની વાત જાણવા મળી છે માટે પોલીસને કાયદાનો કડક અમલ કરવામાં અડચણ ઉભી થાય એ સ્વાભાવિક છે.
 આવા આડેધડ પાસ કોણે આપ્યા અને જેને પાસ ઇસ્યુ થયા છે એ ખરેખર યોગ્ય કામગીરી માં તેનો ઉપયોગ કરે છે કે કેમ એ કોણ તપાસ કરે છે...?આવી મહામારી વચ્ચે પોલીસ સહિત આરોગ્ય વિભાગ, પાલીકા કર્મચારીઓ સહિતની જરૂરી સેવા પહોંચાડતી ટિમો સિવાય જો ફાલતુ વ્યક્તિઓ ને પાસ ઇસ્યુ થયા હોય તો પરત લેવા જોઈએ.
આ બાબતે નાંદોદ મામલતદાર ડી.કે.પરમારે જણાવ્યું કે સરકારી કર્મચારીઓ ને ૧૫૦૦ જેવા પાસ આપ્યા છે સાથે સાથે બેંક,જુદી જુદી સંસ્થાઓ, દૂધ,શાકભાજી સહિતના મળી અંદાજે ૩ હજાર જેવા પાસ આપવામાં આવ્યા છે.

(6:59 pm IST)