Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કાલુપુરના એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ

સાત વર્ષની બાળકી પણ કોરોના પોઝિટિવ આવી : તબલીગી જમાતમાં સામેલ લોકોને લઇ હજુ ઘણી દુવિધા

અમદાવાદ,તા.૩ : અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે વ્યક્તિના લીધે ચાર સભ્યો પણ પોઝિટિવ આવ્યા છે તે વ્યક્તિ દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપવા માટે પહોંચી હતી. એક જ પરિવારના ચાર સભ્યો પોઝિટિવ આવતા ચિંતા વધી છે. રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ ૩૮ અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનર એક બાદ એક પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરી રહ્યાં છે.  તા.૧લી એપ્રિલે ૨૯ દર્દીઓના નામ જાહેર કર્યા બાદ અમ્યુકોએ આજે નોંધાયેલા નવા ૭ કોરોના દર્દીના નામ પણ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે.

                આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક ૧૦૪ અને ૧૫૫૦૩ નંબર પર જાણ કરવી. આ ઉપરાંત તમે ૬૩૫૭૦૯૪૨૪૫ વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો. કાલુપુરના મલેક શાહ મસ્જિદ ખાતેનો ૬૮ વર્ષીય વૃદ્ધ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતની મરકઝમાં હાજરી આપી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. એટલું જ નહી, તેના સંપર્કમાં આવતા કાલુપરના એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મામલે આરોગ્ય અને પોલીસ વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે. હોટસ્પોટ અમદાવાદમાં કોરોના પોઝિટિવના વધુ ૭ કેસો નોંધાયા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તેમાં ૭ વર્ષની બાળકી પણ પોઝિટિવ છે. ગઈકાલે રામનવમી પર એકેય કેસ નોંધાયો ન હતો. રાજ્યમાં સામે આવેલા કોરોના પોઝિટિવના આજના તમામે તમામ કેસ અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક ૩૮ થયો છે અને શહેરમાં કોરોનાથી મોતને ભેટનાર દર્દીઓ ૩ છે. શહેરના કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના ૪ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં ૭ વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે એસવીપી હોસ્પિટલમાં સારવારમાં છે.

               તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક ૧૭ વર્ષીય કિશોર અને ૬૫ વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના ૬૮ વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.સમગ્ર દેશ અને રાજ્યની સરખામણીમાં અમદાવાદમાં પોઝિટિવ કેસની ટકાવારી સૌથી વધુ છે. ગુરુવારના આંકડા મુજબ દેશભરમાં થયેલા કુલ ટેસ્ટ અને તેમાં પોઝિટિવ કેસની ટકાવારી ૪.૭૨ ટકા છે. જ્યારે રાજ્યમાં આ ટકાવારી ૪.૭૮ ટકા છે. પરંતુ અમદાવાદમાં આ ટકાવારી ૫ાંચ ટકા છે. ગઈકાલે એક જ દિવસમાં ૫૪ જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ દાખલ થયા હતા.તેમના રિપોર્ટે આજે આવ્યા છે. જેમાં ૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ પહેલા હોસ્પિટલમાં દાખલ થયેલા ૪૬૪ દર્દીઓ પૈકી ૪૦૩નો રિપોર્ટ નેગેટિવ અને ૨૦નો પોઝિટિવ આવ્યો છે. જયારે ૪૧ દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ છે. અગાઉ અહીં દાખલ થયેલા એક દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે અહીં સારવાર લીધેલા ૩ દર્દીઓ સાજા થયા છે. ગઇકાલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ૩ સભ્યોની ટીમે અહીં મુલાકાત લીધી હતી. ટીમે કોરોનાના કેસો, દર્દીઓને અપાતી સારવાર સહિતની માહિતી મેળવી હતી.

અમદાવાદના નવા કેસો.....

નામ અને સરનામાની વિગતો સપાટી ઉપર

અમદાવાદ, તા. ૩ : અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે વ્યક્તિના લીધે ચાર સભ્યો પણ પોઝિટિવ આવ્યા છે તે વ્યક્તિ દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપવા માટે પહોંચી હતી. એક જ પરિવારના ચાર સભ્યો પોઝિટિવ આવતા ચિંતા વધી છે. રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ ૩૮ અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનર એક બાદ એક પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરી રહ્યાં છે.  તા.૧લી એપ્રિલે ૨૯ દર્દીઓના નામ જાહેર કર્યા બાદ અમ્યુકોએ આજે નોંધાયેલા નવા ૭ કોરોના દર્દીના નામ પણ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૧. આઇશા ગાંધી મ.ઝોન.

ઉ.વ.૭

બાળકી

માતાાવાળી પોળ,કાલુપુર

૨.મહરસુલ્તાન ગાંધી ઉ.મુ

ઉ.વ.૬૦

સ્ત્રી

ઉ.મુજબ

૩.માઝ ગાંધી ઉ.મુ

ઉ.વ.૩૫

પુરુષ

ઉ.મુજબ

૪.સબા ગાંધી ઉ.મુ

ઉ.વ.૩૦

સ્ત્રી

ઉ.મુજબ

૫.મશરૂઅલી સીદ્દીકી ઉ.મુ.

ઉ.વ.૬૮

પુરુષ

મલીકશાહ મસ્જિદ કાલુપુર

૬.છત્રેસ પસારી ઉ.ઝોન

ઉ.વ.૬૫

પુરૂષ

ગુરુરામદાસ સોસા.બાપુનગર

૭. અનસ પઠાણઉ.મુ

ઉ.વ.૧૭

પુરૂષ

ગુ.હા.બોર્ડ,બાપુનગર

(9:40 pm IST)