Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રવિવારે વોલ્ટેજ અને ફ્રિક્વન્સી વેરિએશન હેન્ડલ કરવા તૈયારી પૂર્ણ : નાગરિકો ચિંતામુક્ત રહે : સુનયના તોમર

માત્ર ઘરોની લાઈટ સ્વૈચ્છીક બંધ કરવા અપીલ છે: સ્ટ્રીટ લાઈટ,ટીવી,ફ્રિજ,એસી બંધ કરવા અપીલ નથી

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ રવિવારે રાત્રે 9 વાગ્યે ઘરોની લાઈટો સ્વૈચ્છીક બંધ કરવા અપીલ કરેલ છે નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા આ સમયગાળા માટે ગ્રીડ બેલેન્સિંગ માટેની માર્ગદર્શિકા જાહેર કરેલ છે જે અંગે રિજિયોનલ અને સ્ટેટ લોડ ડિસપચ સેન્ટરની તમામ તૈયરીઓ થઇ ગયેલ છે

 રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી દદ્વારા તા,5ના રોજ રાત્રીના 9 વાગ્યે ઘરોની લાઈટો બંધ કરવા અપીલ કરાઈ છે એ સમય દરમિયાન સ્ટ્રીટ લાઈટ,આવશ્યક સેવાઓ કે ઘરના અન્ય વીજ ઉપકરણો  જેવા કે ટીવી,એસી,ફ્રિજ બંધ કરવા અપીલ કરી નથી વોલ્ટેજ અને ફ્રિકવન્સી વેરિએશન હેન્ડલ કરવા તમામ તૈયરીઓ થઇ ગયેલ છે જેથી નાગરિકો આ બાબતે ચિંતામુક્ત રહે અને બધા વીજ ઉપકરણો યથાવત સ્થિતિમાં વપરાશ કરતા રહે

 ગ્રામ પંચાયતો,નગરપાલિકા,મહાનગર પાલિકાઓએ કાયદો વ્યવસ્થા માટે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવી હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં લાઈટ ચાલુ રહેશે

 

(8:29 pm IST)