Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અમદાવાદમાં લોકડાઉનના કડક અમલ માટે 1100 થી વધુ કેમેરાથી પોલીસ રાખશે નજર

ટ્રાફિકવાળા વિસ્તારોને કલરથી ઓળખ કરીને પોલીસને સૂચના આપવામાં આવશે

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, કોરોનાનો ફેલાવો અટકાવવા બહાર પાડેલા જાહેરનામા ભંગના બનાવો પણ વધ્યા છે, ત્યારે લોકડાઉનના અમલ માટે પોલીસ દ્વારા સેન્ટ્રલાઈઝ ડ્રોનથી નજર રાખવામાં આવશે. 1100થી વધુ કેમેરાથી શહેર પર બાજ નજર રાખવામાં આવશે. જ્યારે ટ્રાફિકવાળા વિસ્તારોને કલરથી ઓળખ કરીને પોલીસને સૂચના આપવામાં આવશે.

(1:55 pm IST)