Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નર્મદામાં 'ચોરી પે સીનાજોરી ' જેવી ઘટના:દેડીયાપાડામાં જાહેરનામાનો અમલ કરાવનાર પોલીસને ગાળો બોલી ગેરવર્તુણક કરનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ લોકડાઉનમાં જાહેરનામું લાગુ કરાયું છે ત્યારે નર્મદા પોલીસ ખડે પગે પાલન કરાવવા કામે લાગી છે જોકે અન્ય શહેરોની જેમ દંડા વાળી નથી કરી એ પોલીસ ની માનવતા કહેવાય છતાં કેટલાંક લોકો પોલીસ કામગીરીમાં દખલ કરે ત્યારે ન છૂટકે કાયદાનું પાલન કરવું જરૂરી છે.
 નર્મદા જિલ્લા ના દેડીયાપાડા માં જાહેરનામાનો અમલ કરાવનાર પોલીસને ગાળો બોલી ગેરવર્તુણક કરનાર વ્યક્તિ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસર પગલાં લીધા છે.જેમાં મળતી માહિતી મુજબ કોરોના વાયરસને કારણે જાહેરનામુ હોઇ કોરોના વાયરસને અટકાવવા અંગેના બંદોબસ્ત દરમીયાન પોલીસને ગાળો બોલી પોલીસ સાથે ગેરવર્તણુક કરી કામગીરી માં અવરોધ ઉભો કરનાર કૃષ્ણમોહન આનંદસ્વરૂપ આર્ય રહે.દેડીયાપાડા સામે દેડીયાપાડા પોલીસે કાયદાનો કસંજો કસ્યો છે.

(7:05 pm IST)