Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના મહામારી વચ્ચે સેવા કાર્ય કરતા કેટલાક લોકો પ્રસિદ્ધિ પાછળ ઘેલા બન્યા..?!

આખા વિશ્વમાં આવી મહામારી હોય ત્યારે ભોજન,ચાહ, નાસ્તા સહિતની સેવા પુરી પાડતી કેટલીક સંસ્થા કે યુવાનો મીડિયા પ્રસિદ્ધિમા વધુ રસ દાખવતા ઘેલા બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના હાઉ અને લોકડાઉનના પાલન ટાણે સમગ્ર દેશમાં લોકડાઉન હોય તેવી સ્થિતિમાં મજૂર વર્ગ સહિત મોટા ભાગના લોકોની આવક બંધ છે સરકાર મફત અનાજ સહિતની યોજના અમલમાં લાવી છે જેમાં સ્વાભાવિક છે કે સરકાર આ માટે જાહેરાતો કરી લોકો સુધી યોજનાની માહિતી પહોંચાડે સાથે પોતાની વાહવાહી પર કરે પરંતુ લગભગ દરેક જિલ્લાઓમાં કેટલીક સંસ્થાઓ કે સેવાભાવી લોકો દ્વારા મફત ભોજન,ચાહ,નાસ્તો સહિતની કેટલીક સેવાઓ પણ આપવામાં આવે છે એ ખૂબ સારી બાબત છે પરંતુ આવી સેવા કરનાર સંસ્થાઓ કે લોકો પૈકી અમુક નિસ્વાર્થ ભાવે કોઇ ને જાણ કર્યા વગર કે કોઈ પ્રસિદ્ધિ વિના આ કાર્ય કરી માનવતા બતાવે છે ત્યારે કેટલાક તો જાણે ફક્ત પ્રસિદ્ધિ માટે જ આવા કાર્ય કરતા હોય તેમ અખબારોના પ્રતિનિધિઓને રોજે રોજ તસવીરો મોકલી જાણે ગરીબ લાચારોની મજાક બનાવતા હોય તેવું ફલિત થાય છે.
          તમારે માનવતા દાખવી ભૂખ્યા ને ભોજન કે અન્ય સેવા આપવીજ છે તો તેમાં પ્રસિદ્ધિ કરવાનો શુ મતલબ હા કોઈ પ્રતિનિધિ ને કામગીરી યોગ્ય લાગી હોય અને તે આ બાબત પ્રસિદ્ધ કરે એ અલગ વાત છે પરંતુ રોજ સોસીયલ મીડિયા માં તસવીરો મૂકી પોતેજ પોતાના વખાણ લખવા કે મીડિયા કર્મીઓને રોજ તસવીરો મોકલી રાજકીય નેતાઓની માફક પ્રસિદ્ધિની આશા રાખવી એ સેવા કહેવાય કે ગરીબ મજબુર લોકોની મજાક ઉડાડી કહેવાય...?! માટે રક્તદાન કેમ્પ,મેડિકલ કેમ્પ સહિતની સેવા કે જે આમ દિવસે કરાતી હોય અને એ પ્રસિદ્ધ કરાય એ ઠીક બાબત છે પરંતુ કોરોના જેવી મહામારી જેવા આફતના સમયે કરાયેલી સેવા માટે પ્રસિદ્ધિ કરવી એ ગરીબોની મજાક લાગે છે.અમારો કોઈ સંસ્થા કે વ્યક્તિ પર આક્ષેપ નથી પરંતુ આવા સમયે સેવાકાર્ય કરવું એ માનવતા છે પણ પ્રસિદ્ધિ ની આશા રાખવી અતિશયોક્તિ લાગે છે.

(9:17 pm IST)