Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

છેવાડાના માનવી સુધી પહોંચતા મુખ્યમંત્રી ૧૦ જિલ્લાઓમાં સરપંચો સાથે સીધો સંવાદ

અનાજ વિતરણ, કોરોનાની સ્થિતિ, ગામનું વાતાવરણ વગેરેની માહિતી મેળવી

ગાંધીનગર, તા.૪: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેંન્ટરના જન સંવાદ કેન્દ્રના માધ્યમથી રાજયના ૧૦ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના નાંદેજ કુનરિયા વડગામ ખોરસા ગઢકા ચંદાવાડા પરિયા ચિખલવાવ સિમલી અને ટીમના ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં રેશનની દુકાનો પર પૂરતો અનાજ નો પુરવઠો છે કે નહિ..આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ.. ગામમાં સફાઈની વ્યવસ્થા તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી ફીડ બેંક મેળવ્યા હતા.

ંમુખ્ય મંત્રીએ આ સરપંચો ને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જન જાગૃતિ લોકો દાખવે સોશીયલ ડિસ્ટન્સ જાળવે ગામમાં ભેગા ના થાય અને ઘરમાં જ રહીને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હર્તીં. ગામોના સરપંચો એ મુખ્યમંત્રી એ તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિની રજેરજ માહિતી મેળવી તેની આગવી સંવેદનશીલતાની અનુભૂતિ કરી હતી. રાજય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકારીના પગલાંઓ અનાજનો પૂરતો જથ્થો સાફ સફાઈ વગેરે અંગે તેમણે સંતોષ વ્યકત કર્યો હતો.

(4:05 pm IST)