Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી મોટો નિર્ણય: ૧૫ એપ્રિલ સુધી અપાશે પાણી

કમાન્ડ વિસ્તાર, ખારીકટ અને ખતેવાડી કેનાલમાં પાણી છોડાશે

અમદાવાદ : લોકડાઉન વચ્ચે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો અને પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોને ઘાસચારા અને વાવેતર માટે પાણી જરૂરી છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે ૧૫ એપ્રિલ સુધી પાણી આપવામાં આવશે. કમાન્ડ વિસ્તાર, ખારીકટ અને ખતેવાડી કેનાલમાં પાણી છોડાશે તેવું નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકાર દ્વારા ખેડૂતોને લોકડાઉનમાં ખેતીનાં કામો કરવાની છૂટછાટ આપવામાં આવી હતી.

   આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે, આવતીકાલે રાત્રે ૯ વાગે ૯ મિનિટ માટે દીવા પ્રગટાવાશે. વીજળી બંધ થઈ જવાને લઈને અફવા ફેલાઈ છે. માત્ર બલ્બ અને ટ્યુબલાઈટ જ બંધ કરવાની છે. ઘરના અન્ય ઉપકરણો ચાલુ જ રહેશે. કોરોના માટે લોકોને જે તણાવ ઉભો થયો તેનો ઉપાય જરૂરી છે. દીપ પ્રાગટ્યનું મહત્વ પણ ઘણું છે. એકબીજાને હૂંફ અને પ્રોત્સાહન આપીએ તેવું ડે. સીએમ  નીતિનબાઈ  પટેલે જણાવ્યું હતું.

(9:15 pm IST)