Gujarati News

Gujarati News

નિષ્ણાંત એનેસ્થેટીક દ્વારા સોડીયમ-પેન્ટોથાલ નામનું પ્રવાહી આપી આરોપીને ટ્રાન્સમાં લવાયા બાદ નાર્કોટેસ્ટ થાય છે: આજે બહુચર્ચીત અમદાવાદ ગેંગરેપ કેસના આરોપીઓના નાર્કોટેસ્ટની વિધિના પ્રારંભે આજ સુધી ભાગ્યે જ જાણી હોય તેવી રસપ્રદ બાબતો : ગાંધીનગર સ્થિત ગુજરાતના ગૌરવસમી વિશ્વના શ્રેષ્ઠ સાધનો ધરાવતી એફએસએલમાં આરોપીઓને ટ્રાન્સમાં લવાયા બાદ એફએસએલના સાયકલોજીસ્ટો ઘટનાક્રમ અંગે પુછતા જ અર્ધજાગૃત અવસ્થામાં રહેલ આરોપી જે કાંઇ બન્યું હોય તે તુર્ત જ બોલવા લાગે છે : જયાં આરોપીઓના નાર્કોટેસ્ટ થવાના છે ત્યાં સીબીઆઇ અને રો સહિત દેશના વિવિધ રાજયોના આરોપીઓના નાર્કોટેસ્ટ (બ્રેઇન મેપીંગ) ટેસ્ટ પણ કરવામાં આવે છેઃ સૌરાષ્ટ્રના લોકો ગૌરવ લઇ શકે તેવી વાત એ છે કે એફએસએલના વડા ડો.જે.એમ.વ્યાસ મૂળ જુનાગઢના વતની અને રાજકોટના જમાઇ છેઃ ઇન્ટરપોલના સભ્ય રહી ચુકેલા ડો.વ્યાસની નિષ્ઠાની નોંધ વડાપ્રધાન સુધી છે access_time 5:00 pm IST