Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

તું પોલીસને અમારા દારૂની બાતમી શું કામ આપી દે છે?...કહી હાર્દિક ખગરામના હાથ-પગ ભાંગી નાંખ્યા

ગાંધીગ્રામ ધરમનગરમાં બનાવઃ મહેબૂબ પઠાણ અને કિશન સહિત ચાર જણાએ લોહાણા યુવાનને પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામ ધરમનગરમાં રહેતાં લોહાણા યુવાનને મુસ્લિમ શખ્સ સહિત ચાર જણાએ 'તું પોલીસને અમારા દારૂની બાતમી કેમ આપી દે છે?' કહી પાઇપથી ફટકારી હાથ-પગમાં ફ્રેકચર કરી નાંખતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ પાસે ધરમનગર આવાસ કવાર્ટર નં. ૫૧૧માં રહેતો અને મંડપ ડેકોરેશનનું કામ કરતો હાર્દિક ભરતભાઇ ખગરામ (લોહાણા) (ઉ.૨૩) રાત્રે અગિયારેક વાગ્યે ઘર નજીક ચોકમાં હતો ત્યારે મહેબૂબ પઠાણ અને કિશન લોહાણા તથા બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં હાથ-પગમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે તેના પિતા ભરતભાઇ વિનુભાઇ ખગરામે હોસ્પિટલમાં ખસેડતાં થોભણભાઇ ટીલારાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

હાર્દિકના કહેવા મુજબ તેણે અગાઉ મહેબૂબ પાસેથી પાંચ હજાર રૂપિયા ઉછીના લીધા હતાં. આ પૈસા દેવા રાત્રે તે ગયો ત્યારે મહેબૂબ સહિતનાએ તું અમારા દારૂની પોલીસને કેમ બાતમી આપી દે છે? તેમ કહી પૈસા લેવાની ના પાડી ઝઘડો કરી હુમલો કર્યો હતો. (૧૪.૮)

(12:55 pm IST)