Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

નવલનગરમાં મારૂતિ હત્યા કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૯: અહીંના લક્ષ્મણભાઇ ઉર્ફે લખનભાઇ સુરેશભાઇ મેવાળા રહે. નવલનગર મવડી રોડ, રાજકોટવાળાએ પોતાને તથા પોતાના ભાઇ મારૂતિને મોટર સાયકલ હટાવવા અને વાહન પાર્ક કરવા બાબતે પોતાના ઘર નજીક બોલા ચાલી થતા ગાળાગાળી થતા કાનો ઉર્ફે લાલો ડાયાભાઇ બોરીચા, સંજય ડાયાભાઇ બોરીચા, ડાયાભાઇ બોરીચા, હંસાબેન બોરીચા, તથા નાગજીભાઇ વરૂએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ કરી કાનાએ રહણાંકના મકાનમાંથી છરી લઇ આવી લક્ષ્મણભાઇને ડાબી સાઇડના ભાગે એક ઘા તેમજ મારૂતિને છરીના બે ઘા પેટના ભાગે મારેલ હોવાની ફરિયાદ રાજકોટ શહેર માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૭,૩૨૬,૧૪૩,૫૦૪, જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબની નોંધાવેલ ત્યારબાદ મારૂતિનું અવસાન થતા આઇ.પી.સી. કલમ ૩૦૨ નો ઉમેરો નોંધાયેલ જે સંદર્ભે કરણસિંહજી ઉકાજી રાઠોડે પોતાની વાડીમાં આરોપીને આશરો આપેલ હોય આઇ.પી.સી. કલમ ૨૧૨ન ઉમેરો કરી કરણસિંહજી ઉકાજી રાઠોડની અટક કરેલ જે સંદર્ભે કરણસિંહજી ઉકાજી રાઠોડે રાજકોટના ડિસ્ટી. એન્ડ સેસન્સ કોર્ટમાં જામી અરજી ગુજારેલ જે જામીન અરજી રાજકોટના એડી. સેસ. જજે મંજુર રાખી અરજદાર આરોપીને રૂ. ૨૦,૦૦૦/-ના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર તરફથી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અમીત એસ. ભગત, એલ.જે. રાઠોડ, હસમુખભાઇ ડાભી, આનંદકુમાર ડી. સદાવ્રતી, તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલ હતા.(૧.૨૫)

(4:51 pm IST)