Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

-તો આવતા અઠવાડીયે દેધનાધનવાળી

હાલ બે-ત્રણ સિસ્ટમ્સ બની છે, જે મજબૂત બની સૌરાષ્ટ્ર તરફ ગતિ કરે તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડઃ ૧૧-૧૨ જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના : એક લો પ્રેશર મજબૂત બનશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૯ : મેઘરાજા રીસાતા જગતાત ચિંતામાં સરી પડ્યો છે. સિસ્ટમ્સ તો બને છે પરંતુ તે સૌરાષ્ટ્ર સુધી પહોંચતી નથી. જો કે સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોરદાર મેઘમલ્હાર છે. દરમિયાન આ સપ્તાહમાં સૌરાષ્ટ્ર - કચ્છમાં હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી હવમાન વિભાગે કરી છે. સિવાય કે એકાદ બે વિસ્તારોમાં સારો એવો વરસી જાય.

દરમિયાન હાલમાં બે થી ત્રણ સિસ્ટમ્સ સક્રિય બની છે. જો આ સિસ્ટમ્સ યોગ્ય ગતિએ સૌરાષ્ટ્ર તરફ મૂવ કરે તો આ સપ્તાહના અંતમાં કે આવતા અઠવાડીયાની શરૂઆતમાં જ જોરદાર વરસી જાય તેવી સંભાવના છે.

ચોમાસુ ધરી કપુરતાલા, નાહન, નજીબાબાદ, વારાણસી, દીગાથી બી.ઓ.બી.ના લો પ્રેસર સુધી લંબાય છે. ગઈકાલે નોર્થ વેસ્ટ બી.ઓ.બી.માં થયેલ લો પ્રેશરનું આનુસંગિક યુ.એ.સી. ૭.૬ કિ.મી. સુધી ફેલાયેલ છે. ઈસ્ટ વેસ્ટ સિયરઝોન લેટીટ્યુડ ૧૯ ડિગ્રી નોર્થ પર સ્થિત છે જે ૩.૧ કિ.મી. થી ૫.૮ કિ.મી. પર ફેલાયેલ છે. ઓફ શોર ટ્રફ ત્રણ - ચાર દિવસમાં  વધુ સક્રિય થશે.

રાજયમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા, હળવો, મધ્યમ તો કયાંક ભારે વરસાદની શકયતા છે. દક્ષિણ, મધ્ય ગુજરાત, એમ.પી. લાગુ ગુજરાત તેમજ દક્ષિણ, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ શકયતા છે.(૩૭.૭)

(12:00 pm IST)