Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પત્નિ ઝઘડો કરી સુરત જતી રહેતાં જેતપુરના લાલજીભાઇએ ઝેર પીધું

રાજકોટ તા.૯:જેતપુરમાં ડોબરીયા વાડી પાસે રહેતાં અને અગરબત્તીનો ધંધો કરતાં લાલજીભાઇ જગજીવનભાઇ સોલંકી (દરજી) (ઉ.૫૨) ઝેરી ટીકડી પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. એક પુત્ર સુરત રહે છે. પત્નિ કલાબેન ઝઘડો કરી સુરત મોટા દિકરા પાસે જતાં રહેતાં માઠુ લાગી જતાં આ પગલું ભરી લીધાનું ત્ેના પુત્ર સંદિપભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ જરૂરી કાર્યવાહી કરી જેતપુર પોલીસને જાણ કરી હતી.

(12:06 pm IST)