Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સિવિલ હોસ્પિટલમાં ૧૦ નંબરની ઓપીડી નજીક વધુ એક મોબાઇલ ચોર પકડાયો

ગોંડલના રોહિત દેવીપૂજકને સિકયુરીટીએ પકડી પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૯: સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર મોબાઇલ ચોર અને ખિસ્સા કાતરૂઓ કસબ અજમાવવા પહોંચી જતાં હોઇ સિકયુરીટી એજન્સી સખ્ત બની છે. અગાઉ સમયાંતરે અડધો ડઝનથી વધુ ખિસ્સાકાતરૂઓ અને મોબાઇલ ચોરને પકડી લઇ પોલીસને સોંપ્યા હતાં. આજે વધુ એક મોબાઇલ ચોરી ૧૦ નંબરની ઓપીડી પાસેથી પકડાઇ ગયો છે.

બજરંગાવડી-૧૦માં પવન પાર્ક બ્લોક નં. ૬૮માં રહેતાં ભાવેશભાઇ હરિભાઇ પંચમતીયા ઓપીડી નં. ૧૦માં પોતાનો વારો આવે તેની રાહમાં કતારમાં ઉભા હતાં ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઇલ સેરવાઇ ગયો હતો. આ વખતે સિકયુરીટી ગાર્ડની નજર પડી જતાં મોબાઇલ સેરવનારા શખ્સને પકડી લીધો હતો. તેણે પોતાનું નામ રોહિત અશોકભાઇ દેવીપૂજક (રહે. ગોડલ આશાપુરા ઢોળા પાસે) હોવાનું જણાવ્યું હતું. સિકયુરીટી ઇન્ચાર્જ ગિરીરાજસિંહ રાઠોડ અને એ. ડી. જાડેજાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૩)

(4:59 pm IST)