Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વેપાર વૃધ્ધિ કરવી હોય તો સ્ટાફને ક્રેડીટ આપો, શિલમાંથી શિલ્પ બનાવે તે જ ખરો શિક્ષક : પૂ. અપુર્વમુની સ્વામી

બીએપીએસ મંદિરે વેપારીઓ અને શિક્ષકો માટે શનિ-રવિમાં યોજાય ગયેલ સેમીનારો

રાજકોટ : વિશ્વવંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ માં જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત આખુ વર્ષ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, પૂ. અપૂર્વમુનિ સ્વામી, જિલ્લા ડી.પી.ઓ. કિરીટસિંહ પરમારના હસ્તે દીપપ્રાગટય બાદ બી.એ.પી.એસ. મંદિર ખાતે ખુલ્લા મુકાયેલ આ સેમીનાર સેશનના પ્રથમ દિવસે એટલે કે શનિવારેં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરેે વિવિધ કંપની, પેઢી, વ્યવસાય, દુકાન માલીકો, મેનેજરો માટે લીડર્સ સમેનાર તેમજ રવિવારે 'ફીચર્સ ઓફ અ ટીચર' વિષય પર શિક્ષક સંમેલન યોજવામાં આવ્યુ હતુ. શનિવારે 'થીંક ડીફરન્ટ બી ડીફરન્ટ' વિષય પર યોજાયેલ સેમીનારને સંબોધતા પૂ. અપૂર્વમુનિ સ્વામીએ જણાવેલ કે પોતાના માટે તો પ્રાણીઓ પણ જીવે છે પરંતુ માણસે કયારેક બીજા માટે પણ જીવતા શીખવું જોઇએ. વેપારવૃધ્ધિ કરવી હોય તો પહેલા સ્ટાફને ક્રેડીટ આપતા શીખો. વેપાર વિચારોથી થાય છે. ગમે તેવી પરિસ્થિતીમાં સકારાત્મક બની રહો. ભગવાનને કર્તા સમજી કર્મ કરશો તો જીવનની કોઇપણ પરિસ્થિમાં સ્થિર રહી શકશો. આ સેમીનારમાં શહેર જિલ્લા ભાજપ પ્રમુખ તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઇ બારસિયા,  માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, વિહીપ અગ્રણી અને ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ શાંતુભાઇ રૂપારેલીયા, વિહીપ અધ્યક્ષ અને નાગરીક બેન્કના ડાયરેકટર હરીભાઇ ડોડીયા સહીત અલગ અલગ ૩પ જેટલા વેપારી ઔદ્યોગીક ઁસંગઠનોના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.  આ શિક્ષક સંમેલનમાં સ્વાગત ઉદ્દબોધન સ્વનિર્ભર શાળા સંચાલીત મંડળના પ્રમુખ અજયભાઇ પટલે  કર્યુ હતુ. બાદમાં પ્રેરક વિડીયો શો 'એક આદર્શ પથદર્શક પ્રમુખ સ્વામી' એ વિષય પર રજુ કરાયો હતો. આ શિક્ષક સંમેલનને સંબોધતા પૂ. અપૂર્વમુની સ્વામીએ જણાવેલ કે વિદ્યાર્થીેને બિરદાવો, પ્રેમ સભર પધ્ધતિઓ અપનાવી કઇક શિખવો તો ચોકક તે કઇક ગ્રહણ કરે છે. વિદ્યાર્થી સાથે શિક્ષકના વાણી, વ્યવહાર, વર્તન કેવા હોવા જોઇએ તે વિષે માર્ગદર્શન આપતા આગળ પૂ. અપૂર્વમુનીએ જણાવેલ કે શિક્ષકોમાં ધાર્મિકતાની ભાવના પણ હોવી જોઇએ. જો લક્ષણ યુકત શિક્ષણ આપીશુ તો જ સંસ્કાર યુકત સમાજ તૈયાર થશે. શિલામાંથી શિલ્પ બનાવે તે ખરો શિક્ષક.  આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં સંકળાયેલા સંચાલકો ભરતભાઇ, જતીનભાઇ, અજયભાઇ, અવધેશભાઇ, જયદીપભાઇ, ડી. વી. મહેતા, ડી. કે. વાડોદરીયા તેમ સ્વનિર્ભર શાળા ઝોનના ઉપપ્રમુખો, સંચાલકો સહીત અગ્રણીઓ, ટ્રસ્ટીઓ, સંચાલકો, પ્રિન્સીપાલો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૩)

(4:59 pm IST)