Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાહદારીઓને અડચણ થાય એ રીતે વેપાર કરતાં ચના ગમારા સામે ગુનો

૮૦ ફુટ રોડ પર શકિત ટી સ્ટોલ ચલાવતાં મહિકાના ભરવાડ શખ્સ સામે થોરાળા પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૯: એંસી ફુટ રોડ પર સરવૈયા હોલ પાસે શકિત ટી સ્ટોલ નામની દૂકાન ધરાવતાં ચના ઘોઘાભાઇ ગમારા (ઉ.૩૪) નામના મહિકાના ભરવાડ યુવાને પોતાની દૂકાન આગળ રસ્તા પર રાહદારીઓ અને વાહન ચાલકોને અડચણરૂપ થાય એ રીતે થડો, વાસણો રાખતાં તેની સામે થોરાળા પોલીસ મથકના એએસઆઇ ડી. કે. ડાંગર અને વિજયભાઇ મકવાણાએ આઇપીસી ૨૮૩ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

દારૂ પી રિક્ષા હંકારતો મનજી ગંજીવાડામાંથી પકડાયો

ગંજીવાડા-૬૨માં રહેતો મનજી મોતીભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૫૦) દારૂ પી રિક્ષા હંકારી ભાવનગર રોડ ગંજીવાડાના નાકેથી નીકળતાં થોરાળાના કોન્સ. રોહિતભાઇ કછોટે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(12:54 pm IST)