Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

GSTના નિયમો-જોગવાઇઓ સમજી લ્યો તો રીફંડ સમસ્યા હલઃ મિહિરભાઇ શાહ

ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિકાસકારો માટે યોજાયો માર્ગદર્શન સેમીનાર

રાજકોટઃ નિકાસકારોના અટવાયેલ GST રીફંડ અને રીફંડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઇન્ડીયન એકસ્પોર્ટ ઓર્ગેનાઇજેશનના સંયુકત ઉપક્રમે મુંબઇના નિષ્ણાંત ડો.મિહીરભાઇ શાહનો એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. સેમિનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ નિકાસકારો ઘણી મોટી રકમના GST રીફંડ મેળવી શકેલ નથી. જે અંગે મુંદ્રા પોર્ટના કસ્ટમ્સ વિભાગના કરેલ રજુઆતના પરિણામ ઘણા નિકાસકારોના રીફંડ રીલીઝ થયાની વિગતો આપી હતી. ચેમ્બર પ્રમુખ શિવલાલ બારસીયાએ GST આવ્યા પછી વિડંબણાઓ અંગે છણાવટ કરેલ ચેમ્બરના માનદ્  સહમંત્રી ગૌતમભાઇ ધમસાણીયાએ નિકાસકારોના રીફંડના પ્રશ્ને ઇન્ડિયામાં સૌથી વધુ રજુઆતો આ ચેમ્બરે કરી હોવાની વાત જણાવી હતી. સેમિનારમાં ખાસ આમંત્રણથી ઉપસ્થિત ડેપ્યુટી  ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સુવિધ શાહે નિકાસકારોના રીફંડના પ્રશ્ને રાજકોટ ચેમ્બરની કાર્યવાહીને બીરદાવી નિકાસ વેપારમાં વૃધ્ધિ થયેલ છે તેના કારણે GSTમાં ૫૦ ટકા વોલ્યુમ વધ્યું છે, તેનો ખ્યાલ આપી પ્રેકટીકલ પ્રોબ્લેમ્સને કારણે પ્રશ્નો ઉદ્ભવ્ય છે તેના ઉકેલ માટે આમો પ્રયાસ કરીએ છીએ તમે પણ ખ્યાલ રાખજો તેમ નિકાસકારોને જણાવેલ  મુખ્ય વકતા મિહીરભાઇ શાહે રીફંડ પ્રોબ્લેમમાં મુખ્ય ભુલ એકસપોટર્સની પણ છે. થોડી ખામી સીસ્ટમ્સમાં પણ છે. પરંતુ ચેમ્બર વગેરેના પ્રયાસોથી ૯૫% પ્રોબ્લેમનો નિકાલ થઇ ગયેલ છે GST માં મંથલી રીટર્ન પ્રથા સારી છે. IT જેમ હોત તો શું થાત તેવો પ્રશ્ન કરી એકપોર્ટ શું છે? માલ ઇન્ડિયા બાહર જાય તો એકસપોર્ટ ગણાય, માલ પોર્ટમાં હશે તો તે નહીં, GST માં એવી જોગવાઇ છ કે જયારે તમારૂ EGM  ફાઇલ થયુ હશે તો જ એકસપોર્ટ ગણાશે તેની જાણકારી આપેલ. બાદ તેઓએ ઝીરો રેટ સપ્લાય, એટલે એકસપોર્ટ+ SEZ  સપ્લાય અંગે જાણકારી આપી. ઉપરાંત મેન્યુઅલ ફાઇલીંગ, મેન્યુઅલ રીફંડ, પ્રોસેસ અન્ડર રૂલ-૯૭-એ, રીફંડ ઓફ IGST  પેઇડ ઓન ઝીરો રેટ સપ્લાય ઓફ ગુડઝની વિગત આપી અત્યાર સુધી ટેક્ષ ઇનવોઇસ બનાવતા ન હતા, હવે દરેક ઇનવોઇસનો નંબર એક જ હોવો જોઇએ વગેરે બાબતની વિગત આપી રીફંડ ન મળવામાં નિકાસકારોએ કયાક ને કયાક ભુલ કરી છે. આથી નિમય જોગવાઇ નિકાસકારો સમજી શકે તો એકાઉન્ટન્ટ, કન્સલટન્ટ, સી.એ. ને પણ સમજાવી શકાય અને રીફંડ અટકી જવાના પ્રશ્નો નિવારી શકાશે તેમ જણાવેલ. પાંચ કલાક ચાલેલા સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નિકાસકારો તરફથી પુછાયેલ પ્રશ્નોના મીહીરભાઇએ વિગત સાથે પ્રત્યુત્તર અને જરૂરી માર્ગદર્શન આપેલ. સેમિનારનું સંચાલન ફીઓના જયપ્રકાશ ગોયેલએ કરેલ. તેમ ચેમ્બર (ફોન ૦૨૮૧-૨૨૨૭૪૦૦)ની યાદીમાં જણાવેલ છે. (૭.૭૩)

(4:39 pm IST)