Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સરકારી કવાટર્સ ખાલી નહી કરતા ૬૩ કર્મચારીઓને ફટકારાતી નોટીસઃ સોૈથી વધુ રેફયુજી કોલોનીમાં

ગયા મહિને અપાયેલ નોટીસમાં ૧૨ કવાટર્સનો કબજો મેળવી લેવાયો

રાજકોટ તા.૯: અવસાન પામ્યા હોય, નિવૃત થઇ ગયા હોય, અથવા પોતાનું ઘરનું  ઘર હોય છતા સરકારી કવાટર્સ ખાલી નહી કરનાર રાજકોટના ૬૩ સરકારી કર્મચારીઓ-અધિકારીઓને સીટી પ્રાંત-૧ શ્રી.એ.ટી. પટેલે નોટીસ ફટકારી ૮ દિ'નો સમય આપ્યો છે, અને જો ખાલી નહી કરે તો કબજો લઇ લેવા અંગે ચેતવણી આપી છે.

આ ૬૩ સરકારી કર્મચારીઓ કે જેઓએ ગેરકાયદેસર કવાટર્સ પચાવી પાડયા છે, ખાલી જ નથી કરતા તેમાં સોૈથી વધુ રેફયુજી કોલોનીમાં -૨૬, વૃંદાવન સોસાયટીમાં-૪, સીએલએફ કવાટર્સમાં-૧૧, ધરમ ટોકીઝ પાછળના-૧૨, અને સીએલએફના-૧૭ મળી કુલ ૬૩ થવા જાય છે.ગયા મહિને પણ નોટીસ ફટકારી કાર્યવાહી કરાતા, ૧૨ જેટલા કર્મચારીઓએ કવાટર્સ ખાલી કરતા તેનો કબજો મેળવી પીડબલ્યુડીને સોંપી દેવાયો હતો.

(4:50 pm IST)