Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગાંધીગ્રામમાં લકઝરીયસ આકારણી કરી કમ્મરતોડ વેરા ઝીંકાયાઃ મેયરને રજુઆત

મહાવીર, હરીઓમ સહિતની સોસાયટીઓને 'એ' ગ્રેડને બદલે 'બી' ગ્રેડમાં મુકવા માંગણી

રાજકોટ, તા., ૯: મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કાર્પેટ વેરા પધ્ધતીની નવી આકારણીમાં ગાંધીગ્રામ વિસ્તારને અન્યાય થયાનું અને લકઝરીયસ વેરા આકારણી કરી કમ્મરતોડ મકાન વેરા ઝીંકાયાની મેયર બીનાબેન આચાર્યને વિવિધ સોસાયટીઓના રહેવાસીઓએ રજુઆત કરી હતી.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીગ્રામ વિસ્તારની અમૃત, મહાવીર, હરીઓમ સહિતની સોસાયટીઓમાં 'એ' ગ્રેડ મુજબ લકઝરીયસ વેરા આકારણી થતા આ વિસ્તારના લોકોને કમ્મરતોડ વેરા બીલ આવ્યા છે. આથી આ સોસાયટીઓના રહેવાસીઓએ મેયરને આવેદન પત્ર પાઠવી  જણાવ્યું હતું કે આ સોસાયટીઓમાં મધ્યમ વર્ગના લોકો રહે છે માટે 'બી' ગ્રેડ મુજબ વેરા આકારણી કરી અને ન્યાય આપવા માંગ ઉઠાવી હતી.

ઢોરનો ત્રાસ

આ ઉપરાંત સહકાર નગર મેઇન રોડ તથા ન્યુ મેઘાણીનગર વિસ્તારમાં રખડુ ઢોરનો ત્રાસ હોય આ વિસ્તારમાં ઢોર પકડવા પણ મેયરશ્રીને રજુઆત થયેલ હતી.

આઇઓસી કોલોનીમાં નળ જોડાણ આપવા માંગ

શહેરના વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ ઉપર આવેલ આઇઓસી કોલોનીમાં રહેવાસીઓને નળ જોડાણ આપવા માટે મેયરશ્રીને રજુઆત થયેલ હતી.

ક્રાંતીનગરમાં ભુગર્ભ ગટરની સુવિધા આપો

વોર્ડ નં. ૧પ માં આવેલ ક્રાંતીનગરમાં ભુગર્ભ ગટરના જોડાણો આપવા માટે રહેવાસીઓએ મેયરશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. (૪.૧૩)

(4:55 pm IST)