Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બહેનના સાસુની પાણીઢોળ વિધીમાં ગયેલા વાળંદ મહિલાનું હાર્ટએટેક આવતાં મોત

માધાપર ચોકડીએ રહેતાં સરોજબેન વાઘેલા હુડકોના નાડોદાનગરમાં ગયા'તા

રાજકોટ તા. ૯: માધાપર ચોકડી પાસે દિનદયાળ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં સરોજબેન રમેશભાઇ વાઘેલા (ઉ.૪૮) નામના વાળંદ મહિલા સવારે કોઠારીયા રોડ હુડકો નાડોદાનગરમાં રહેતાં પોતાના બહેન દક્ષાબેન સંજયભાઇ સોલંકીના ઘરે બહેનના સાસુની પાણીઢોળ વિધીમાં ગયા હોઇ ત્યાં હાર્ટએટેક આવી જતાં બેભાન થઇ ગયા હતાં. ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગરના પીએસઆઇ એ. વી. પીપરોતરે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર સરોજબેનના પતિ પતીરા બ્રધર્સમાં નોકરી કરે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમના ભાઇ હિતેષભાઇને કુવાડવા રોડ પર એ. જે. હેર આર્ટ અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામકાજ છે. બનાવથી વાળંદ પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બેભાન હાલતમાં કપીલરાય અને ચુનિલાલના મોત

અન્ય બનાવમાં રેયા ચોકડી પાસે ઇન્ડિયન પાર્કમાં રહેતાં કપીલરાય ભુપતરાય ઠાકર (ઉ.૬૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતાં ચુનિલાલ કેશુભાઇ પિત્રોડા (ઉ.૪૪) ઘરે બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. બંને બનાવમાં યુનિવર્સિટી પોલીસ અને તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૬)

 

(4:41 pm IST)