Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની એકતા દર્શાવવા માટે ઓળખ પરેડ

કુંવરજીભાઇના પક્ષપલ્ટાને અસરહીન બતાવવા તમામ સભ્યોને તેડુઃ પાટીદાર અને કોળી સમાજના સભ્યોની હાજરી-ગેરહાજરી તરફ મીટ

રાજકોટ, તા., ૯: જિલ્લા પંચાયતમાં કુંવરજીભાઇ બાવળીયાના પક્ષપલ્ટાના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં એકતા દર્શાવવા જિલ્લા પ્રમુખ હિતેષ વોરાએ આજે બપોરે ૧ર વાગ્યે પંચાયત પ્રમુખના બંગલે મીડીયાની હાજરીમાં ઓળખ પરેડ કાર્યક્રમ રાખેલ છે. કોંગ્રેસના બેનર પર ચુંટાયેલા તમામ ૩૪ સભ્યોને બોલાવવામાં આવ્યા છે. પંચાયતમાં કોઇ ભંગાણ પડવાનું નથી, તમામ કોંગી સભ્યો એક છે તેવું દર્શાવવા આજનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

મીડીયા સમક્ષ કોંગીની તરફે કેટલા સભ્યો હાજર થાય છે? ખાસ કરીને બાવળીયા જુથના જસદણ-વીંછીયા તરફના સભ્યોનું આજે અને ભવિષ્યમાં શું વલણ રહે છે? અસંતુષ્ટ પાટીદારો શું કરે છે? તે જોવાનું રહેશે. આજની ઓળખ પરેડ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલની દિશામાં મહત્વનું પગલું ગણાય છે.(૪.૨)

 

(12:03 pm IST)