Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

શુક્રવારે ખંડગ્રાસ સુર્યગ્રહણ

જો કે ભારતમાં નહી દેખાય : એન્ટાર્કટીકા, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, પેસીફીક અને હિંદ મહાસાગરમાં દેખાશે : ભારત જન વિજ્ઞાન જાથા

રાજકોટ તા. ૯ : આગામી શુક્રવાર તા. ૧૩ ના ખંડગ્રાસ સુર્યગ્રહણનો અવકાશી નજરો જોવા મળશે. જો કે આ ગ્રહણ ભારતમાં નહી પણ એન્ટાર્કટીકા, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, પેસીફીક અને હિંદ મહાસાગરમાં દેખાશે તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની એક યાદીમાં જણાવાયુ છે.તેઓએ જણાવ્યુ છે કે સંવત ૨૦૧૪ ના નિજ જયેષ્ઠ કૃષ્ણપક્ષ અમાસને શુક્રવાર તા. ૧૩ જુલાઇના મિથુન રાશિ, પુનર્વસુ નક્ષત્રમાં થનાર આ ખંડગ્રાસ ગ્રહણનો સ્પર્શ ભારતીય સમય મુજબ ૭ કલાકને ૧૮ મીનીટેટ અને મધ્ય ૮ કલાક ૩૧ મીનીટે, મોક્ષ ૯ કલાકને ૪૩ મીનીટે થશે.લોકોને ગ્રહણ સંબંધી માહીતી મળી રહે તે માટે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં વૈજ્ઞાનિક સમજ આપતા કાર્યક્રમો થશે. તેમ જયંત પંડયા (મો.૯૪૨૬૯ ૮૦૯૦૯૫૫) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

 

(12:04 pm IST)