Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઇન્ડિયન લાયન્સ કલબનો ૨૩મો ફાઉન્ડેશન ડે રજી જુલાઇના રોજ ધામધૂમથી ઉજવાયો

ગુજરાતમાં ૬૦થી વધુ કલબો ધરાવતી

રાજકોટ, તા.૯: રાષ્ટ્રવાદને વરેલી સેવાભાવી ઇન્ડિયન લાયન્સ કલબના ૨૩માં ફાઉન્ડેશન ડે ની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી અને ગરિમાપુર્ણ રીતે કરવામાં આવી. મુખ્યમંત્રીના પી.આર.ઓ. અને ઇન્ડિયન લાયન્સ કલબના નેશનલ ચેરમેન શ્રી હિતેષભાઈ પંડ્યાની આગેવાની હેઠળ ગુજરાતના  પશ્યિમ, ઉત્ત્।ર, દક્ષિણ અને મધ્ય સેકટરમાં ઇન્ડિયન લાયન્સના ફાઉન્ડેશનની ઉજવણી કરવામાં આવી.

૨જી જુલાઈએ ઇન્ડિયન લાયન્સનો ફાઉન્ડેશન ડે હોવાથી  ૧લી જુલાઈના રોજ એક દિવસની પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મેદાનમાં ઈન્ડિયન લાયન્સના ધ્વજને  'ધ્વજવંદન' કરીને  વંદે માતરમ્ ગાન ગાઈને કરવામાં આવી.  ભારતમાતાની આરતી ઉતારીને મંચસ્થ મહાનુભાવોએ દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું. તમામ કલબના સભ્યો અને આમંત્રિતોનું ભવ્ય શાબ્દિક અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું, તથા કાર્યક્રમની રૂપરેખા કાર્યક્રમના અધ્યક્ષ, નેશનલ ટ્રેઝરર અને કો-ઓર્ડિનેટર શ્રી ધીમંતભાઈ શેઠે આપી તમામ સભ્યોનો પરિચય કરાવી ઈનડોર ગેમ્સ જેવી કે, લવલેટર, શબ્દ અંતાક્ષરી, એકટર પરથી મુવીના નામ, મેમરી ગેમ, ટેલિફોન ગેમ, પાસિંગ બોલ, સંગીત ખુરશી, ટેલેન્ટ શો વગેરે જેવી રમતો રમાડીને લોકોને મજા કરાવવામાં આવી. સાથે-સાથે હાસ્ય કલાકાર શ્રી હરપાલસિંહ ઝાલાએ લોકોને હસાવ્યા. આ ઉપરાંત, આઉટડોર ગેમ્સ જેવીકે, ઉભી ખો, દોડ પકકડ, ધમાલ ગોટોનો આનંદ માણ્યો.  બાળકોએ સ્વીમીંગ કરીને તેમજ હીંચકા લપસીયા ખાઈને મજા કરી હતી. સાંજે ભારતીય પરંપરા મુજબ દીવાઓ પ્રગટાવી, દરેક લોકોના હાથમાં એક એક દીવો લઇ ભારતમાતાની આરતી કરવામાં આવી, મટકી ફોડીને મોતીચૂરના લાડુની પ્રસાદી લઇને  દિલાવરખાન પઠાણના સંગીત ઓરકેસ્ટ્રાના તાલે બધા જ ઇન્ડિયન લાયન્સના સભ્યો ગરબા લઈ ફાઉન્ડેશન ડેની ઉજવણીમાં ઝૂમી ઉઠ્યા હતાં. ત્યારબાદ ગ્રાન્ડ ડિનર લિધું.

આ ઉજવણીમાં ભાગ લેવા રાજકોટની ઇન્ડિયન લાયન્સ વાઇબ્રન્ટ, અચિવર્સ, સ્માર્ટ સિટી,  શકિત, ઇન્ડિયન લાયોનેસ ઉડાન, ઇન્ડિયન લાયન્સ અને લાયોનેસ મોરબી, ઇન્ડિયન લાયન્સ, લાયોનેસ અને લિયો જામનગર, ઇન્ડિયન  લાયન્સ, લાયોનેસ અને લિયો  વ્હાઇટ ડેઝર્ટ ભૂજ, ઇન્ડિયન લાયન્સ, લાયોનેસ પોરબંદર, ઇન્ડિયન લાયન્સ જૂનાગઢ ના સભ્યો તેમજ સૌરાષ્ટ્રભરના ઈન્ડિયન લાયન્સ સાથે જોડાવવા માંગતા સંભવિત આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત હતા. પશ્ચિમ સેકટરના કો-ઓર્ડીનેટર તરીકે ઇન્ડિયન લાયન્સના નેશનલ ટ્રેઝરર શ્રી ધીમંતભાઈ શેઠ તથા ઇન્ડિયન લાયોનેસ ઉડાન કલબ રાજકોટના પ્રેસિડેન્ટ શ્રીમતિ વિજયાબેન કટારીયાએ ફરજ બજાવી હતી.  આ ઉપરાંત, વનરાજભાઈ ગરૈયા, વિજયભાઈ કારિયા,  તેમજ મોનિટરો તરીકે ચેતનાબેન પટેલ, પ્રફુલભાઈ રાજપૂત, કિશનભાઈ ગાંધી, મનિષાબેન કટારીયા, ભૂમિબેન કુંભાણી, હેતલબેન ગજેરા, સુરેશભાઈ કટારીયા, વિજયભાઈ કારેણા, કેજસભાઈ વિઠલાણી તેમજ હર્ષદભાઈ મહેતાએ ફરજ બજાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેમ કો-ઓર્ડિનેટર શ્રીમતિ વિજયાબેન કટારિયાની યાદિ જણાવે છે. (૨૩.૧પ)

(4:37 pm IST)