Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બેભાન હાલતમાં ૧૨ વર્ષના મેહુલનું અને ૪૦ વર્ષના કરસનભાઇનું મોત

રાજકોટ તા. ૯: મોરબી રોડ સિતારામ પાર્કમાં રહેતાં મેહુલ રમણભાઇ પરમાર (રજપૂત) (ઉ.૧૨)ને કિડનીની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તે બે ભાઇમાં નાનો હતો. બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં શિવાજીનગર-૫માં રહેતાં કરસનભાઇ જાદવભાઇ કંબોયા (ઉ.૪૦) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. થોરાળાના પીએસઆઇ કે. કે. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૭)

(12:54 pm IST)