Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જગન્નાથજી શોભાયાત્રાના રૂટ પર બુધવારે બાઇક રેલી

કૈલાસધામ આશ્રમ નાના મૌવાથી પ્રારંભ થશે : ૩૦૦ થી વધુ બાઇકમાં ૫૦૦ થી વધુ ભાવિકો ભગવા ખેસ સાથે જોડાશે

રાજકોટ તા. ૯ : આગામી તા. ૧૪ ના શનિવારે અષાઢી બીજના ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન મહોત્સવ સમિતિ દ્વારા કરાયુ છે.

સતત ૧૧ માં વર્ષે આયોજીત આ જગન્નાથજી રથયાત્રાના ભાગરૂપે આ વર્ષે આગામી તા.૧૧ ના બુધવારે 'ભગવા બાઇક રેલી'નું પણ આયોજન કરાયુ હોવાનું જગન્નાથજી રથયાત્રા સમિતિ કૈલાસધામ આશ્રમ નાનામૌવાની યાદીમાં જણાવાયુ છે.

આ યાદીમાં જણાવ્યા મુજબ બુધવારે સાંજે પ વાગ્યે 'ભગવા બાઇક રેલી' ને પ્રસ્થાન કરાવાશે. ખુલ્લી જીપમાં સંતો મહંતો તેમજ બે બે બાઇની લાઇનમાં ધ્વજ અને ખેસ ધારણ કરેલ યુવાનો ભકતો આ રેલીમાં સામેલ થશે. ડી.જે.ની ધુમ સાથે શોભાયાત્રાના રૂટ પર ફરી નીજ મંદિરે બાઇક રેલીને વિરામ અપાશે.

નીજ મંદિરેથી જ પ્રારંભ થનાર આ  ભગવા બાઇ રેલીમાં ૩૦૦ થી વધારે બાઇક, ફોરવ્હીલ અને ૫૦૦ થી વધારે ભગવા બ્રીગેડના ભાવિક ભકતો જોડાશે.

શોભાયાત્રામાં ફલોટ માટે નામ નોંધણી કૈલાસધામ આશ્રમ ખાતે શરૂ કરી દેવાઇ છે. બેટી બચાવો, સાક્ષરતા, વ્યસન મુકિત, પ્રદુષણ-પ્લાસ્ટીક મુકત પર્યાવરણ જેવા સમાજને સ્પર્શતા અને સારો સંદેશો આપતા મેસેજ આવા ફલોટના માધ્યમથી પ્રસરાવવા પ્રયાસ કરાશે.

શોભાયાત્રાના રૂટમાં વિવિધ વિસ્તારોમાં પાણી, સરબત, પ્રસાદીથી સ્વાગત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ભગવાન જગન્નાથજી રથયાત્રા દરમિયાન સુભદ્રાજીના મામેરાની પરંપરાગત વિધિ થશે. ભુપેન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિરના પૂ. કોઠારી સ્વામી હરીવલ્લભ સ્વામી અને પૂજય સંતોના માર્ગદર્શન હેઠળ આ મામેરાની વિધી થશે. આ વર્ષે મામેરાનો લ્હાવો હરપાલસિંહ જાડેજા (ભરૂડી) પરિવારે લીધો છે. યાત્રામાં સામેલ તમામ ભાવિકો માટે સ્વામિનારાયણ મંદિરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

સમગ્ર રથયાત્રા અને બાઇક રેલીના આયોજનની પુર્વ તૈયારી અર્થે એક બેઠક યોજવામાં આવી હતી. પૂ. જયરામદાસબાપુ, પૂ. રાઘવદાસબાપુ, પૂ. કોટવાલજી, પૂ. રામસ્વરૂપદાસજી, પૂ. રાધેશ્યામબાપુ, પૂ. ગોપાલદાસજી, પૂ. મોહનલાલજીની ઉપસ્થિીતમાં મળેલ આ બેઠકમાં વિવિધ સંસ્થા મંડળોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ તૈયારી અર્થેની આ બેઠકમાં મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, જયરાજસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ, કરણસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, હનિતસિંહ ઝાલા, રામદેશસિંહ જાડેજા, જીમ્મીભાઇ અડવાણી, જયદીપસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ગોહીલ, હરપાલસિંહ જાડેજા, દીલીપભાઇ દવે, રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવીયા, રજુ જુંજા, હેમંત લોખીલ, મોહીતસિંહ જાડેજા, સમીર શાહ, વિક્રમ રાવલ, દિનેશ વાઘેલા, દિપકભાઇ ભટ્ટ, મયુરસિંહ ગોહિલ, હાર્દીક ગોરડીયા, કલ્પેશ માલવીયા, ઋષિભાઇ ત્રિવેદી, ધ્રુવીન દેસાઇ, ચંપકસિંહ જાડેજા, ભરતભાઇ, બિપીનભાઇ ડેસરીયા, નાથુસિંહ જાડેજા, હીરેન ગોસ્વામી, વિવેક સોલંકી, રિશિત અધેરા, વિપુલ ગજજર, બ્રિજેશ પાંડે, સુરેશભાઇ પટેલ, લકકીરજાસિંહ જાડેજા, રવિરાજ જાડેજા, વિજય પટેલ, વિનય ગોંડલીયા, સુધિર પોપટ, જયપાલસિંહ ગોહિલ, સુરેશ વોરા, પ્રફુલભાઇ, હિરેન દુધાત્રા, જયદીપ રૈયાણી, યનીશ પાંભર, પ્રફુલ રાજપુત, હર્ષદ મહેતા, સમીર રામાણી, સંજયભાઇ, રાજેશ સોલંકી, હસમુખ કાચા, અશોક ચોટાઇ, મનિષ મિયાત્રા, દિલાવરસિંહ ઝાલા, ઘનશ્યામભાઇ જાદવ, સહજ વિરડા, દૈવતસિંહ જાડેજા, મેહુલ ધોળકીયા, દીપ જાડેજા, નિલદીપ ભટ્ટી, માનસિંહ ગોહિલ, ભાવની ચોટલીયા, ભુપત પટેલ, વેલજી ગમારા, રાજુભાઇ પટેલ, અલ્પેશ પરમાર વગેરે ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જગન્નાથજી રથયાત્રા સમિતિના શ્રી ત્યાગી રામકિશોરદાસબાપુ (મો.૯૪૨૭૭ ૨૭૨૯૮) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૪)

(4:54 pm IST)