Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભાજપ મહિલા મોરચા દ્વારા વોર્ડ નં. ૪-પ માં બહેનો માટે યોજાયો વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પ

રાજકોટ : શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની આગેવાનીમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર  અશ્વીન મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, શાસન પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, પુર્વ ડે. મેયર દર્શીતાબેન શાહની ઉપસ્થિતિમાં ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને બહેનોમાં વધારે પડતા જોવા મળતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર સમયસર થઇ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. બહેનો માટેના આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પને સફળ બનાવવા પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડો. અમિત હપાણી તેમજ ડો. અતુલ પંડયાની ટીમે જહેમત ઉઠાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારે મહિલા ઉત્કર્ષ, મહિલા સશકિતકરણ અન મહિલાઓના આરોગ્ય પ્રત્યે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત આ કેમ્પમાં શહેરના ખ્યાતનામ તબીબો ડો. જયપાલ અકબરી, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. જયેશ રાજયગુરૂ, ડો. સંજય ખોખર, ડો. રવીન્દ્ર પરમાર, ડો. નિલાબેન રંગાણી, ડો. જયસન ધામેચા, ડો. ધર્મેશ પડવી, ડો. કૃણાલ મીસ્ત્રી, ડો. કૃતિ શાહ સહિતના તબીબોએ પોતાની સેવા આપી હતી. તદન નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કરવામાં આવેલ. જરૂરીયાતમંદ દર્દીઓને દવા પણ આપવામાં આવેલ. આ કેમ્પ તબક્કાવાર શહેરના દરેક વોર્ડમાં યોજાશે, જેની શરૂઆત વોર્ડ નં. ૪માં ભગવતી પ્રાથમિક શાળા નં. ૪૩ તેમજ વોર્ડ નં. ૫માં પડિત જવાહરલાલ નહેરૂ પ્રાથમિક શાળા નં. ૬૭, ખાતેથી કરવામાં આવેલ. આ કેમ્પમાં સ્વાગત પ્રવચન નયનાબેન પેઢડીયા તેમજ પ્રીતીબેન પનારાએ તેમજ આધારવિધિ કલ્પનાબેન કિયાડા તથા સોનલબેન ચોવટીયાએ કરેલ. બહેનો માટેના નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પમાં કોર્પોરેટર અનિલ રાઠોડ, પ્રીતીબેન પનારા, વોર્ડના ભાજપના પ્રભારી પરેશ પીપળીયા, બાબુભાઇ ઉધરેજા, વોર્ડ પ્રમુખ સંજય ગોસ્વામી, દિલીપ લુણાગરીયા, મહામંત્રી પ્રભાતભાઇ કુંગશીયા, મુકેશભાઇ, બ્રહ્માકુમારીના શીતલદીદી, કાનાભાઇ ઉધરેજા, મહેશ મિયાત્રા, ભરત લીંબાશીયા, રસીકભાઇ પટેલ, મલ્કેશ પરમાર, જેસીંગભાઇ રાઠોડ, ચંદુભાઇ ભંડેરી, અજય લોખીલ, હિતેશ ગોહેલ, સુરેશ સવસેતા, અશ્વીન ગોસાઇ, દિનેશ ચૌહાણ, ધીરૂભાઇ છૈયા, જેન્તીભાઇ ધાધલ, રવિ ગોહીલ, મોન્ટુ વીસરીયા, ભરતભાઇ મંડાણી, રામભાઇ બિહારી, અનિલ શ્રીમાળી, બોદુભાઇ, રમેશ ડાભી, નરેશ ચૌહાણ, સંજય ઉધેરજા, મહિલા મોરચાના રસિલાબેન  રામાણી, મંજૂબેન ગોસ્વામી, રાજશ્રીબેન માલવીયા, યુવા ભાજપના સંજય ચાવડા, હરેશ પરમાર, સહિતના જોડાયા હતાં. યુવા મોરચાના હેમાંગ પીપળીયા, જયેશ ભાનુશાળા, રાજ દિક્ષીત, ધ્રુવીન ગઢીયા, મીત  રામાણી, સાહીલ રૈયાણી, ધ્રુવ જાની, મયુર ચૌહાણ, યુવા મોરચાના હેમાંગ  પીપળીયા, જયેશ ભાનુશાળી, રાજ દિક્ષીત, મીત રામાણી, સાહીલ રૈયાણી, ધ્રુવ જાની,  મયુર ચૌહાણ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (પ-રર)

(4:37 pm IST)