Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગુજરાત રોલ બોલ ચેમ્પીયનશીપમાં ભાગ લેવા રાજકોટની ટીમ સજજ...

રાજકોટ : રોલબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન હેઠળ રોલબોલ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા તા. ૯ ના 'ગુજરાત રોલબોલ ચેમ્પીયનશીપ- ૨૦૧૮' નું આયોજન કરાયુ છે. જેમાં રાજકોટના અન્ડર ૧૪ ભાઇઓની ટીમ પરફોર્મ કરવા જઇ રહી છે. પુજા હોબી સેન્ટરના ખુશ ઠકકર, નમન પંડયા, કેવીન સિધ્ધપુરા, ખ્વાબ અંતાણી, શૌર્ય ભાવસાર, જીગર ગોઢાણીયા, યશ શાહ અને નિસર્ગ કાકગડા રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. આ બાળકોને તાલીમ ડો. પુજા રાઠોડ, દીપુ દીદી, શ્રીમતી પુષ્પાબેન રાઠોડ આપી રહ્યા છે. આ સંસ્થાના કશ્યપ તંતી, મીત ગાંધી, સીમરન ગાંધી, દીપુ દીદી, પુષ્પા રાઠોડ રેફરીની એકઝામ આપવા જઇ રહ્યા હોય બન્ને ટીમોને પુજા હોબી સેન્ટર  (મો.૯૩૭૫૭ ૦૫૦૦૫) પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. (૧૬.૨)

 

(4:35 pm IST)