Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વિદેશી દારૂની ૧૭ બોટલ સાથે અબ્દુલ, દિનેશ, રોની તથા ચિરાગ તથા બીયર સાથે રમાની ધરપકડ

પ્ર.નગર અને થોરાળા પોલીસના દરોડા

રાજકોટ તા. પ્ર.નગર પોલીસે અબ્દુલ દાઉદભાઇ લંધા (ઉ.૨૩-રહે. સ્લમ કવાર્ટર જામનગર રોડ), દિનેશ વજુભાઇ ચોૈહાણ (ઉ.૪૦-રહે. જામનગર રોડ સ્લમ કવાર્ટર પાછળ ઓરડીમાં)ને રૂ. ૬૪૦૦ના ૧૬ બોટલ દારૂ સાથે તથા ગાયકવાડીના રોની રિચર્ડ બેબટીસ્ટ (ઉ.૩૦) અને રણછોડનગર-૩ના ચિરાગ કાનજીભાઇ પીપળીયા (ઉ.૨૩)ને રૂ. ૪૦૦ના એક બોટલ દારૂ સાથે પકડી લીધા છે. પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. દેવશીભાઇ રબારી, મોહસીન ખાન, હેમેન્દ્રભાઇ વાધીયા, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ પરમાર, મનજીભાઇ ડાંગર સહિતે આ કામગીરી દેવશીભાઇ, અરવિંદભાઇ મકવાણા અને જયદિપભાઇને મળેલી બાતમી પરથી કરી હતી.

જ્યારે થોરાળાના પીઆઇ એસ. એન. ગડુની રાહબરીમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, રોહિતભાઇ કછોટ સહિતે ચુનારાવાડ-૩માં દરોડો પાડી રમા નાનજી પરમારને રૂ. ૨૦૦૦ના બીયરના ૨૦ ટીન સાથે પકડી હતી. (૧૪.૮)

(12:54 pm IST)