<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

માનવ તસ્કરીના કેસમાં ઈડીએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં ૮ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું: દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને વાહનો તથા બેંક ખાતામાં ૧૯ લાખની બેલેન્સ ફ્રીઝ કરવામાં આવી:ઈડી, અમદાવાદે ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યના કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે પી એમ એલ એ, ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં ૮ સ્થળોએ ૧૦ અને ૧૯ ડિસેમ્બર રોજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સોશિયલ મીડિયા ઉપર એક ટ્વીટમાં જાહેર થયું છે. :ડીંગુચા કેસ મુજબ એક સુનિયોજિત કાવતરું રચી લોકોને કેનેડા મારફતે ગેરકાયદેસર માર્ગ દ્વારા યુએસએ મોકલવાના, માનવ તસ્કરીના ગુના કરેલ છે. :સર્ચ ઓપરેશન દરમિયાન, અન્ય વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને બેંક ખાતામાં રૂ. ૧૯ લાખ (અંદાજે)ની બેલેન્સ ફ્રીઝ કરવામાં આવી હોવાનું પણ પ્રસિદ્ધ થયું છે.10:52 PM IST

કળયુગની ચરમ સીમા: ટ્રેનના ડબ્બામાં મહિલાને જીવતી સળગાવી, પ્લેટ ફોર્મની બેંચ ઉપર બેસી, નિરાંતે સળગતી જોઈ..:ક્રૂરતાની પરાકાષ્ઠા: ન્યૂયોર્ક સબવે ટ્રેનના કોચમાં ગ્વાટેમાલાના ૩૩ વર્ષીય નાગરિક સેબેસ્ટિયન ઝાપેટા ઉપર એક મહિલાને ટ્રેનના ડબ્બામાં જ જીવતી સળગાવી, નિરાંતે પ્લેટફોર્મની બેંચ ઉપર બેસી તેણીને મૃત્યુ પામતી નિહાળવાનો આરોપ મૂકાયો છે:ફેડરલ અધિકારીઓએ જણાવ્યું હતું કે સેબેસ્ટિયન ઝપેટા પર સોમવારે હત્યા અને આગચંપીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્કૂલના ૩ બાળકોએ પોલીસ દ્વારા શેર કરેલી તસવીરો પરથી તેને ઓળખી કાઢેલ અને ૯૧૧ પર જાણ કરી દીધેલ. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.10:50 PM IST

ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીના કાર્યાલયે 25 ડિસેમ્બર-સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો : રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીઓને શક્ય તેટલા વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે :- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ : રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ, સેવાઓ, અસરકારક મોનીટરીંગ માટે મહત્વના પેરામીટર્સ આધારિત સમગ્રતયા મોનિટરીંગ કરી શકાશે :સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ :* તમામ સ્કોલરશીપના મોનિટરીંગ માટે સી.એમ. ડેશબોર્ડમાં ખાસ સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ શરૂ થઈ : રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ : રેવન્યુ વિભાગના વિવિધ પોર્ટલોનું મોનિટરીંગ કરવા માટે ડેશબોર્ડમાં અલાયદું “રેવન્યુ ડેશબોર્ડ”: સી.એમ. ફેલો વેબસાઈટ :* વધુ યુવાનો ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સી.એમ. ફેલોશીપ વેબસાઇટ : સ્વર પ્લેટફોર્મમા સ્પીચ ટુ ટેક્સ્ટ અમલી થતાં હવે લોકો બોલીને પણ પોતાની અરજી સબમિટ કરી શકશે : ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ:* નાગરિકો અને અન્ય હિતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસ મળશે3:36 PM IST

સુશાસન દિવસે ગુજરાત રાજ્યના વન વિભાગમાં ૮૦૦ ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વન વિભાગમાં નવી નિમણૂંક પામેલા ૮૧૦ વન રક્ષકો અને ૪૦ જેટલા મદદનીશ વન સંરક્ષકને નિયુક્તિ પત્રો એનાયત કર્યા : ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાશક્તિના કૌશલ્ય-સામર્થ્યને પારદર્શી સમયબદ્ધ ભરતી પ્રક્રિયા દ્વારા જન સેવામાં જોડાવાની તક આપી છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : પર્યાવરણ રક્ષા સાથે રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવા નવનિયુક્ત કર્મીઓને મુખ્યમંત્રી નું પ્રેરક આહવાન : વિજ્ઞાન-ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે :વન મંત્રી મૂળુભાઈ બેરા: રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતી4:32 PM IST

રાજકોટના અલ્‍પેશ દોંગાનું કાવત્રુઃ વાંકીયાના ખેડૂતને ૨૧ લાખ વ્‍યાજે આપી ૩૦ લાખ વસુલી બારોબાર જમીન વેંચી નાંખી વધુ ૭૦ લાખ માંગ્‍યા! : ખેડુત જયસુખભાઇ ભીમાણીએ સિક્‍યુરીટી પેટે અલ્‍પેશના કહેવાથી પોતાની કિંમતી જમીનના મનિષના નામે પેન્‍ડીંગ દસ્‍તાવેજ કરી આપવા હા કહી હતીઃ પણ છેતરીને વેંચાણ દસ્‍તાવેજ કરાવી લેવાયોઃ મોરબીના પુરીબેન ભરવાડ અને નારણને જમીન વેંચી દેવાઇઃ નારણ વતી ભુરા ભરવાડે હવાલો રાખી જમીન ખાલી કરવા ધમકીઓ દીધી : અગાઉ પણ અલ્‍પેશ દોંગા વિરૂધ્‍ધ અરજી-ફરિયાદ થઇ હતીઃ અલ્‍પેશ દોંગા, નૈમિષ રામાણી, ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના નારણ ભરવાડ અને પુરીબેન ભરવાડ વિરૂધ્‍ધ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો3:05 PM IST