તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th December 2024
પવન-ઝાકળ-ઠંડીનું જોરઃ ગિરનાર ૭, નલીયા ૮.પ ડીગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી બરકરારઃ ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે લોકો

આટકોટમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ : આટકોટ શિયાળાની ઋતુમાં વહેલી સવારે થી ધુમ્મસ ભર્યું વાતાવરણ થતાં અને ઠંડી ઠારનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેથી વોકીગ કરવા જતાં લોકો ને મજા પડી ગઈ હતી (તસવીર : કરશન બામટા આટકોટ) (પ-૯)
રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી, પવન અને ઝાકળનું જોર વધતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.
આજે ગિરનાર પર્વત ઉપર ૭ ડીગ્રી, નલીયા ૮.પ ડીગ્રી, અમરેલી ૯.૭, રાજકોટમાં ૯.૮, ભુજ ૧૧.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આજે બપોર સુધી વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજય જોવા મળ્યું હતું. ધુમ્મસના પગલે વિઝીબિલીટી ઘણી ઓછી થઇ જતા ખાસ કરીને ધોરી માર્ગો પર વાહન ચાલકોને તેમના વાહનની ગતિ ધીમી તથા હેડલાઇટ ચાલુ રાખવાની જરૂર પડી હતી. જેના કારણે અનેક શહેરમાં ભેજવાળું આવરણ છવાઇ ગયું હતું. અને પવનના કારણે વાતાવરણમાં ઠંડી યથાવત રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે તો રાજકોટ, કેશોદમાં તાપમાન સિંગલ આંકડામાં પહોંચી ગયું છે.
રાજકોટમાં ૯.૮ ડીગ્રીએ તાપમાનનો પારો પહોંચતા આખો દિવસ લોકો ગરમ વષામાં સજ્જ જોવા મળ્યા હતાં.
જુનાગઢ
( વિનુ જોશી દ્વારા) જુનાગઢ : વાતાવરણમાં જોરદાર ભેજથી ગિરનાર પર વાદળોનું આવરણ છવાઈ જતા પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી.
જુનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૪ ટકાએ પહોંચી જતા કાતિલ ઠાર વધ્યો હતો અને આઠ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ બરફીલુ થઈ ગયું હતું.
જ્યારે જુનાગઢના ગિરનાર પર્વત પર સવારે ૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. પરંતુ વાતાવરણમાં જોરદાર ભેજના કારણે ગિરનાર પર્વત પર વાદળો નીચે આવી ગયા હતા તેના પરિણામે હિમાલય જેવો માહોલ સર્જાયો હતો. નાતાલ પર્વને લઈને ગિરનારના પ્રવાસે આવેલા પર્યટકો સહિતના લોકોને મજા પડી ગઈ હતી.ગિરનાર પર ૭ ડિગ્રી ઠંડી રહેતા સમગ્ર પર્વતો ટાઢોબોળ થઈ ગયો હતો. સમગ્ર ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડીથી પાણી બરફ જેવું થઈ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ.૬, મહત્તમ તાપમાન ર૩.પ, ભેજનું પ્રમાણ ૭ર ટકા, પવનની ગતિ ૮.૬ રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૭.૦ ડીગ્રી
અમદાવાદ ૧પ.૦ ડીગ્રી
અમરેલી ૯.૭ ડીગ્રી
બરોડા ૧૪.૦ ડીગ્રી
ભાવનગર ૧૩.૪ ડીગ્રી
ભુજ ૧૧.૪ ડીગ્રી
દમણ ૧૬.૮ ડીગ્રી
ડીસા ૧૩.પ ડીગ્રી
દીવ ૧૩.૮ ડીગ્રી
દ્વારકા ૧પ.૪ ડીગ્રી
ગાંધીનગર ૧૩.૦ ડીગ્રી
જામનગર ૧પ.૬ ડીગ્રી
કંડલા ૧૩.૯ ડીગ્રી
નલિયા ૮.પ ડીગ્રી
ઓખા ૧૭.૦ ડીગ્રી
પોરબંદર ૧ર.ર ડીગ્રી
રાજકોટ ૯.૮ ડીગ્રી
સુરત ૧પ.૭ ડીગ્રી
વેરાવળ ૧૪.૭ ડીગ્રી
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
