<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસનો પાર્સલ કોચ પાટા પરથી ઉતર્યો

કીમ સ્‍ટેશન પર ચાલુ ટ્રેને એકાએક કોચ ઉતરતાં આંચકો લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા વંદે ભારત, દુરન્‍તો, ડબલડેકર, સૂર્યનગરી સહિત ૧૫ જેટલી ટ્રેનો સમય કરતાં મોડી દોડતા લોકો અટવાયા

સુરત, તા.૧૫: કીમ રેલવે સ્‍ટેશન ડાઉન લાઈન ઉપર ૧૯૦૧૫ પોરબંદર-સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસ ટ્રેનનો પાર્સલ કોચ પાટા પરથી ઊતરી જતાં ટ્રેન વ્‍વવહાર અઢી કલાક સુધી ખોરવાયો હતો. ચાલુ ટ્રેનમાં એન્‍જિન પછીનો કોચ એકાએક ઊતરી જતાં મુસાફરોએ આંચકો અનુભવ્‍યો હતો. જોરદાર આંચકો અનુભવાતા મુસાફરોની જીવ ટાળવે ચોંટી ગયા હતા.

દાદરથી પોરબંદર તરફ જતો સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસ ટ્રેન નંબર ૧૯૦૧૫ પોતાના નિર્ધારિત સમયથી ડાઉન લાઇન પર સુરતથી બપોરે ૨.૫૫ કલાકે નીકળી ભરૂચ તરફ જઇ રહી હતી ત્‍યારે બપોરે ૩.૩૨ કલાકે કીમ રેલવે સ્‍ટેશન પર પહોંચતા સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસ ટ્રેનના એન્‍જિન પછી જોડવામાં આવેલા પાર્સલ કોચના ચાર પૈડાં પાટા ઉપરથી ઉતરી ગયા હતા. ટ્રેનની ઝડપ પ્રતિકલાક ૧૦ કિલોમીટરની હોવાથી મોટી રેલ દુર્ઘટના ટળી ગઇ હતી, પરંતુ મુસાફરોના જીવ અધ્‍ધર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે રેલવેના અધિકારીઓને જાણ કરાતા તાત્‍કાલિક ઉપરી અધિકારીઓ ઘટનાસ્‍થળે ધસી ગયા હતા. તેમજ પાટા પરથી ઉતરી પડેલા પાર્સલ કોચના રિસ્‍ટોરેશન કામગીરી હાથ ધરી હતી.

ડાઉન પર પાર્સલ કોચ પાટા પરથી ઊતરી જતાં ડાઉન લાઈનનો ટ્રેન વ્‍યવહાર

થંભાવી દેવાયો હતો. ટ્રેનોને સુરત પહેલાના ઉધના, સચિન, નવસારી, વલસાડ, વાપી સહિતના રેલગે સ્‍ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનો થંભી જતાં મુસાફરો પણ મુશ્‍કેલીમાં મુકાયા હતા. બીજી તરફ પાર્સલ કોચને ટ્રેક પર ચઢાવી ટ્રેનને રવાના કરવના યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, ટ્રેત વ્‍યવહાર પૂર્વવત કરતા અઢી કલાકથી વધુનો સમય લાગી જતાં અંદાજિત ૧૫થ વધુ ટ્રેનો નિયત સમય કરતાં મોડી પડી હતી. ખાસ કરીને વંદે ભારત. દુરન્‍તો સૂર્યનગરી, ડબલડૅકર સહિતની ટ્રેનો એક કલાકથી વધ સમય મોડી દોડી હતી.(૨૩.૧૬)

વંદે ભારત ટ્રેન ૪૨ મિનિટ મોડી દોડી

કીમ નજીક બનેલી ઘટનાને પગલે મુંબઈ સેન્‍ટ્રલથી બપોરે ૩.૫૭ કલાકે

ઉપડતી ૨૨૯૬૧- વદે ભારત ટ્રેનને વાપી રેલવે સ્‍ટેશને જ અટકાવી દેવામાં

આવી છે. આ ટ્રેન સામાન્‍ય દિવસોમાં સુરત રેલવે સ્‍ટેશન પર સાંજે ૬.૩૮

કલાકે પહોંચે છે. પરંતુ મંગળવારે આ ટ્રેન ૭.૨૦ કલાકે પહોંચી હતી.

પાર્સલ કોચ ખડી પડતાં આ ટ્રેનો એક કલાક મોડી પડી

વંદે ભારત એક્‍સપ્રેસ ફે મુંબઈ-અમદાવાદ ડબલડેકર બાન્‍દ્રા- બિકાનેર- કર્ણાવતી એક્‍સપ્રેસ- પુણે દુરન્‍તો ટ્રેન ક બાન્‍દ્રા-સબેદારગજ  સાંતરાગાછી- પોરબંદર એક્‍સપ્રેસ - વલસાડ-હરિદ્વાર એક્‍સપ્રેસ - સૌરાષ્‍ટ્ર જનતા જં બાન્‍દ્રા -ભુજ એક્‍સપ્રેસ - રણકપુર એક્‍સપ્રેસ

(1:09 PM IST)